અમદાવાદ / ગુજરાતની હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રોમાં 12 હજાર જગ્યાઓ ખાલી

In Gujarat hospitals and health centers, 12 thousand vacancies are vacant

  • વિધાનસભામાં આરોગ્યમંત્રીએ આપેલી માહિતીમાં ખુલાસો
  • યુવાનો નોકરી શોધે છે પણ સરકાર ભરતી કરતી નથી
  • કુલ મંજૂર થયેલી જગ્યામાંથી 28 ટકા જગ્યાઓ ખાલી

Divyabhaskar.com

Jul 12, 2019, 05:25 PM IST

અમદાવાદઃ હાલ દેશની સાથે સાથે ગુજરાતની ભાજપ સરકાર સામે પણ બેરોજગારોને નોકરી આપવાથી લઈ આરોગ્ય સેવા સૌથી મોટો પડકાર છે. રાજ્યમાં અદ્યતન અને ઝડપી આરોગ્ય સેવા આપવાના દાવો કરતી રાજ્ય સરકારની હોસ્પિટલોમાં જ મોટાભાગની જગ્યાઓ ખાલી છે. વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આરોગ્ય વિભાગની ખાલી જગ્યાઓ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં રાજ્યમાં હાલ સરકારી-જનરલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મળીને કુલ 41 હજાર જગ્યાઓ મંજૂર થયેલી છે. પરંતુ તેમાંથી 12055 એટલે કે 28 ટકા જગ્યાઓ ખાલી હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદ જિલ્લાની સરકારી-જનરલ હોસ્પિટલમાં સૌથી વધુ 833 જગ્યા ખાલી
સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં સરકારી-જનરલ હોસ્પિટલમાં 833, પાટણ જિલ્લામાં 726, વલસાડ જિલ્લામાં 551 જગ્યાઓ ખાલી રહી છે. જ્યારે કચ્છ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 379 જગ્યાઓ ખાલી પડી છે. તેમજ પાટણ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સૌથી વધુ 620 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે.

વર્ગ 1,2 અને 3માં 45 ટકા જેટલી જગ્યાઓ ખાલી હોવાનો સ્વીકાર
આ પ્રશ્નના લેખિત ઉત્તરમાં આરોગ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યની સરકારી-જનરલ હોસ્પિટલમાં 4,644 ખાલી જગ્યાઓમાં વર્ગ-2 અને 4ના કર્મચારીઓની ભરતી થઇ નથી, તો બીજી તરફ રાજ્ય સરકારની જનરલ હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મંજૂર થયેલી જગ્યાઓ પૈકી કેટલી જગ્યાઓ ભરવામાં આવી છે, એવા પ્રશ્નના લેખિત ઉત્તરમાં આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યની સરકારી-જનરલ હોસ્પિટલોમાં 4,644, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 3,916 અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 3,495 જગ્યાઓ ખાલી રહી છે. જ્યારે ભરવામાં આવેલી જગ્યાઓ પૈકી મોટાભાગની જગ્યાઓમાં વર્ગ 3-4ને કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પદ્ધતિથી ભરવામાં આવી છે. જ્યારે વર્ગ 1,2 અને 3માં 45 ટકા જેટલી જગ્યાઓ ખાલી રહી હોવાનો સ્વીકાર કર્યો છે.

રાજ્યમાં 4.93 લાખથી વધુ બેરોજગારો
ગુજરાતમાં બેકારોની નોંધણી અને નોકરીની વ્યવસ્થા સંભાળતા રોજગાર વિનિયમ બ્યૂરોના લાઈવ રજિસ્ટરમાં 4,68,117 હાઈ ક્વોલિફાઈડ શિક્ષિત યુવક- યુવતીઓ સહિત કુલ 4.93 લાખથી વધુ બેરોજગારો નોંધાયેલા છે.

X
In Gujarat hospitals and health centers, 12 thousand vacancies are vacant
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી