તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • If Vacation Is Extended, Consider Giving Mass Promotion To Students Of Std.1 To 8 In Gujarat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેકેશન લંબાશે તો ધો.1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વિચારણા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદઃ ગુજરાતભરની શાળા કોલેજમાં કોરોનાને કારણે 29 માર્ચ સુધી ફરજીયાત વકેશન જાહેર કરવામાં આવ્યું છે. જો આ વેકેશન લંબાવવામાં આવે તો ધોરણ 1 થી8 માં માસ પ્રમોશન આપવામાં આવે એવી શક્યતા છે. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેરને અનુલક્ષીને વકાશન લંબાવવાની વિચારણા ચાલી રહી છે. બીજી બાજુ શાળા સંચાલકો દ્વારા પ્રાથમિક શાળાઓમાં એટલે કે ધોરણ 1 થી 8માં  માસ પ્રમોશન આપવા માટે સરકારમાં રજૂઆત કરવા ની તૈયારી શરૂ કરી છે. જ્યારે ધોરણ 9 અને 11 ની પરીક્ષા એપ્રિલના અંતમાં લેવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. રાજ્યની ખાનગી શાળાના સંચાલકોએ પણ 15 એપ્રિલ સુધી વેકશન લંબાવવાનો નિર્ણય કર્યો છે. જે અંગે ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે.

વેકેશન લંબાવવાનો નિર્ણય ટૂંક સમયમાં, અઠવાડીયામાં માસ પ્રમોશનનો નિર્ણય
જો કે, શિક્ષણ વિભાગના અધિકારીઓ નું કહેવું છે કે,વહેલામાં વહેલી તકે વકેશન લંબાવવાનો નિર્ણય થઈ જશે. માસ પ્રમોશન અંગેનો નિર્ણય પણ એક અઠવાડીયા સુધીમાં નિર્ણય આવી શકે છે. જ્યારે શાળા સંચાલકો પણ સરકારના નિર્ણયની રાહ જોઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો