અમદાવાદ / સરકાર મંજૂરી આપશે તો સોમપુરા સમાજના 300 કારીગર રામ મંદિર બનાવવા માટે જશે

If the government approves, 300 craftsmen of Sompura society will go to build a Ram temple in Ayodhya

  • સમાજના યુવાનો માટેની શિબિરમાં અગ્રણી નીતિન સોમપુરાએ કહ્યું
  • યુવાનોને સોમપુરા સમાજની કામગીરીથી અવગત કરાવવા શિબિર યોજાઈ
     

Divyabhaskar.com

Nov 18, 2019, 12:57 AM IST
અમદાવાદ: એસજી હાઈવે ખાતે સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશન દ્વારા વર્ષોથી પરંપરાગત મંદિરો માટે બાંધકામ કરનારા સોમપુરા સમાજના યુવકો માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્કિટેક નીતિન સોમપુરા પણ આ શિબિરમાં હાજર રહ્યા હતા. અહીં તેમણે જણાવ્યું કે, 3 મહિના બાદ જો સરકાર દ્વારા મંજૂરી મળશે તો રામ મંદિરના બાંધકામ માટે રાજ્યના 300થી વધુ સોમપુરા સમાજના લોકો અયોધ્યા જશે. આ ઉપરાંત સોમપુરા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ સોમપુરાએ જણાવ્યું કે, રાષ્ટ્રના સમૃદ્ધ પ્રાચીનવારસા, કળા અને કારીગરીની કાળજી રાખવી એ આપણી અને યુવા પેઢીની જવાબદારી છે.
આજે ઝડપથી બદલાતા વિશ્વમાં પ્રાચીનકળા, કારીગરી સાથે નવી ટેક્નોલોજીને સાંકળવી જરૂરી છે, જેનાથી મજબૂત અને ભવ્ય સ્થાપત્યોના નિર્માણ કરવામાં મદદ મળી રહેશે. સમાજની યુવા પેઢીને સમાજ દ્વારા વર્ષોથી કરાયેલી કામગીરીથી અવગત કરાવવા આ કાર્યક્રમ યોજ્યો છે, જે અંતર્ગત યુવાનોને નિષ્ણાતોના માર્ગદર્શન, નવીન ટેક્નોલોજી, ઇનોવેશન તથા માહિતીસભર પુસ્તકોની સુવિધા પૂરી પાડવામાં આવશે.
આ સાથે માઉન્ટ આબુ, રાણકપુર, મોઢેરા સૂર્ય મંદિર, ખજૂરાહો, કોણાર્ક, સ્વામિનારાયણ મંદિર સંબંધિત વિગતો, કેસ સ્ટડી ધરાવતાં પુસ્તકો પણ પ્રકાશિત કરવામાં આવ્યાં છે.તદુપરાંત તેમને જણાવ્યું હતું કે, અમારા સમાજે પ્રાચીન કાળથી અત્યાર સુધી આશરે રાજ્યમાં આશરે 15 હજારથી વધુ મંદિરોનું નિર્માણ કરેલું છે. યુવા પેઢીને કામગીરી સંબંધિત માર્ગદર્શન આપવા તાલીમ કેન્દ્ર શરૂ કરાશે.
X
If the government approves, 300 craftsmen of Sompura society will go to build a Ram temple in Ayodhya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી