તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસારવામાં નવી લાઇન નંખાય તો શહેરને વધુ એક ટર્મિનલ મળે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અસારવા રેલવે સ્ટેશન - Divya Bhaskar
અસારવા રેલવે સ્ટેશન
  • ટ્રેનોનું ભારણ ઘટવાની સાથે દિલ્હી, ઉ. ભારત માટે વધુ એક રૂટ મળી શકે

અમદાવાદ: અમદાવાદ સ્ટેશન પર ટ્રેનોનું ભારણ વધુ હોવાથી રેલવે દ્વારા સાબરમતી સ્ટેશનને ટર્મિનસ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. હવે અમદાવાદ સ્ટેશન પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાતા પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 એમ ત્રણ પ્લેટફોર્મ બંધ કરાયા છે. આ સ્થિતિમાં જો રેલવે દ્વારા અસારવા યાર્ડમાં નવી પીટ લાઈન નાખી મેઈન્ટેનન્સ સુવિધા શરૂ કરવામાં આવે તો અસારવાથી દિલ્હી તરફ જવા માટે વધુ એક રૂટ મળી શકે છે. વધુમાં આ રૂટ પર અંતર ઓછુ હોવાથી પેસેન્જરોનો 2થી 3 કલાકનો સમય બચે તેમ છે.
 
અસારવાથી હિંમતનગર થઈ ઉદયપુરના રસ્તે ટ્રેનોનું સંચાલન થઇ શકે
અસારવા યાર્ડમાં નવી પીટ લાઈન નાખી ટ્રેનોના મેઇન્ટેનન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો અમદાવાદને વધુ એક ટર્મિનસ મળી શકે છે. હાલ હિંમતનગર સુધી બ્રોડગેજની કામગીરી પૂર્ણ છે. આ લાઈન શરૂ થતાં અસારવાથી હિંમતનગર થઈ ઉદયપુરના રસ્તે ટ્રેનોનું સંચાલન શરૂ કરી શકાય છે. જેમાં ઉદયપુરથી ચિત્તોડગઢ કોટા થઈ દિલ્હી માટે તેમજ ઉદયપુરથી અજમેર જયપુર થઈ દિલ્હી માટે બે નવા રૂટ મળી શકે છે. આ નવો રૂટ હાલના દિલ્હી રૂટ કરતા લગભગ 150 કિલોમીટર ટૂંકો છે. 
 

ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરાશે
અમદાવાદ (પશ્ચિમ), સંસદ સભ્ય, ડો. કિરીટ સોલંકીએ જણાવ્યુ હતું કે, અસારવા યાર્ડમાં પૂરતી જગ્યા હોવાથી તેને ટર્મિનસ તરીકે વિકસાવવા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે. આ સુવિધા વિકસાવવાથી વિસ્તારનો વિકાસ થવાની સાથે દિલ્હી તેમજ ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો માટે વધુ વિકલ્પ મળશે.

અન્ય સમાચારો પણ છે...