તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • If Anyone Invades Our Country, We Will Respond Promptly To That Country: Shah

આપણા દેશ પર કોઈ અતિક્રમણ કરશે તો તે દેશને અમે જડબાતોડ જવાબ આપીશું: શાહ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન
  • ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ દેશની સુરક્ષા નીતિ અને CAA વિશે જણાવ્યું
  • CAA મુદ્દે વિરોધીઓ જુઠ્ઠાણું ફેલાવે છે તેનાથી દુ:ખ થાય છે
  • GTUના પદવીદાન સમારોહમાં શાહે રાષ્ટ્રભાષા પ્રેમ છેડ્યો

ગાંધીનગરઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગરમાં યોજાયેલાં એક સરકારી સમારોહમાં કહ્યું કે અમારી સરકારનો એક સ્પષ્ટ મત છે કે અમારા દેશ પર કોઇ બીજો દેશ અતિક્રમણ કરશે તો તે દેશને અમે જડબાતોડ જવાબ આપીશું. અમારી પ્રાથમિકતા સુરક્ષાનીતિની છે અને નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં બની ત્યારથી જ ભારતની વિદેશનીિત અને સુરક્ષાનીતિ સ્પષ્ટ છે.

સીએએ મુદ્દે દેશમાં જૂઠ્ઠાંણા ફેલાવાય છેઃ અમિત શાહ
શાહે વધુમાં કહ્યું કે, ઉરી અને પુલવામાના હુમલાના પગલે આતંકવાદી સંગઠનો પર એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને જડબાતોડ જવાબ આપ્યો તે આપણી સુરક્ષા નીતિનું ઉદાહરણ છે. દુનિયામાં બે જ દેશ એવાં હતા કે જે પોતાની પર થયેલા હુમલાનો મક્કમતાથી જવાબ આપી શકતા હતા. ઈઝરાયેલ અને અમેરિકા. હવે તેમાં ત્રીજું નામ ભારતનું ઉમેરાયું છે. સીએએ મુદ્દે તેમણે જણાવ્યું કે,  હાલ દેશમાં આ વિષય પર જુઠ્ઠાણાં ફેલાવાઇ રહ્યાં છે તે દુખદ છે. તેમણે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવવા લીધેલાં પગલાં અને કોમી રમખાણો પર આવેલા અંકુશને પણ યાદ કર્યા.

‘યુવાનો ભાષાકીય લઘુતાગ્રંથિ અનુભવે નહીં, ભાષા અભિવ્યક્તિ છે, જ્ઞાન નથી’
અમિત શાહે જીટીયુના નવમાં પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યું કે, યુવાનોએ આપણી ભારતીય ભાષામાં બોલવાનો પ્રયાસ કરવો જોઇએ. ભારતીય યુવાનો ભાષાકીય લઘુતાગ્રંથિમાં ફસાવવાની જરૂરિયાત નથી. ભાષા અભિવ્યકિત છે,ભાષા જ્ઞાન નથી. અભિવ્યકિત કોઇપણ ભાષામાં સારી થઇ શકે. ભારતીય ભાષા જે લોકો જાણતા હોય તેમની સાથે ભારતીય ભાષામાં  જ વાત કરવી જોઇએ. વિદેશી ભાષા જો આપણો ઉપયોગ કરી જશે તો દેશને મોટું નુકસાન થશે. આપણા દેશમાં જે જ્ઞાનનો ભંડાર છે જો તે લુપ્ત થઇ જશે તો દેશને નહીં દુનિયાને નુકશાન થશે. દરમિયાનમાં ડિપ્લોમાં ઇજનેરી કોલેજના એસો.ના પ્રમુખ જિતુ ઉપાધ્યાયને આમંત્રણ હોવા છતાં તેઓ દેખાવ કરે તેવી સંભાવના હોવાથી મહાત્મા મંદિરમાં જ પોલીસે અટકાયત કરી હતી.

યુવાનોને સીએએ વિશે સમજાવવાનો નેતાઓને આદેશ
ચૂંટણી પૂર્વે જ યુવા મતદાતાઓ ભાજપથી વિમુખ ન બને તે માટે સંપૂર્ણ સમર્પિત પ્રયાસો કરવા શાહે ગુજરાતના નેતાઓને આદેશ કર્યા હતા. સિટિઝનશિપ ઍમેન્ડમૅન્ટ એક્ટના દેશવ્યાપી વિરોધની અસર તળે આવીને ગુજરાતનો યુવાવર્ગ ભાજપથી વિમુખ ન થાય તે માટે ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું. 

શાહે 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાવ્યો
પીપીપી ધોરણે ડેવલપ થઈ રહેલા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પર અમિત શાહે 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાવ્યો હતો. આ સાથે અન્ય રેલવે સ્ટેશનો પર પેસેન્જર સુવિધાઓનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો