ગુજરાત / કોઇપણ બાર એસોસિએશન ચૂંટણી નહીં યોજે તો તેની નોંધણી રદ કરાશે  

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બેઠકમાં લેવાયેલો નિર્ણય

Divyabhaskar.com

Nov 18, 2019, 12:11 AM IST
અમદાવાદ: રાજ્યના 252 બાર એસો.ને આગામી 21 ડિસેમ્બરે ફરજિયાત ચૂંટણી યોજવી પડશે. જો કોઇ પણ બાર એ દિવસે ચૂંટણી નહીં યોજે તો તે બારની નોંધણી રદ કરવાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ચીમકી ઉચ્ચારી છે. સાથોસાથ ચૂંટણી નહીં યોજનાર બારના સિનિયર ધારાશાસ્ત્રીઓની કમિટી બનાવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. અને તે એસોસિએશનનો વહીવટ સોંપી દેવામાં આવશે.
21 ડિસેમ્બરે 252 બાર એસો.ને ફરજિયાત ચૂંટણી યોજવા આદેશ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચૂંટણી અંગેની સ્પેશિયલ કમિટીના ચેરમેન સી.કે.પટેલ, અનિલ કેલ્લા, ભરત ભગત અને દીપેન દવેની રવિવારે બેઠક મળી હતી. જેમાં એવી નિર્ણય કરાયો હતો કે, દરેક બાર એસો.ને રૂલ્સ 2015 મુજબ 21 ડિસેમ્બરે ફરજિયાત ચૂંટણી યોજવી પડશે. 21 નવેમ્બર સુધીમાં ચૂંટણી કમિશનર સહિતનો ચૂંટણીનો ક્રાર્યક્રમ બાર કાઉન્સલિને મોકલી આપવાનો રહેશે. જો કોઇપણ બાર એસો. ચૂંટણીનો ક્રાર્યકમ નહીં મોકલે તો તે બારના સિનિયર ધારાશાસ્ત્રીઓની કમિટી બનાવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. ચૂંટણી લડતા ઉમેદવારોને રૂ. 150 માં વન બાર વન વોટ ની મતદાર યાદી બાર કાઉન્સિલમાંથી મળી શકશે. રૂલ્સ 15 મુજબ જે બાર ચૂંટણી નહીં યોજી હોય તે બારની નોંધણી રદ કરાશે.
ઉલ્લેખનીય છે કે, વન વોટ વન બારના નવા નિયમ મુજબ યોજાનાર આ વખતની ચૂંટણી હાઇટેક બનશે. બાર દ્વારા નિયુક્ત કરાયેલા ચૂંટણી કમિશનરોમાં બાર કાઉન્સિલના સભ્યો અનિલ કેલ્લા, ભરત ભગત, અફઝલખાન પઠાણ અને ગુલાબખાન પઠાણનો સમાવેશ થાય છે.
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી