અમદાવાદ / લીનુસિંહ સાથેનું કથિત પ્રેમ પ્રકરણ, દહિયાને ચોથી નોટિસ, હાજર ન રહે તો ગુનો પણ નોંધાઈ શકે

લીનુસિંહ અને ગૌરવ દહિયા
લીનુસિંહ અને ગૌરવ દહિયા

  • પોલીસની 3 નોટિસ છતાં હાજર રહેતા નથી

Divyabhaskar.com

Aug 14, 2019, 04:43 AM IST

ગાંધીનગર: ગૌરવ દહિયાને ગાંધીનગર પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ અપાઈ હતી. જો કે તે હાજર રહ્યાં ન હતાં.પોલીસની ત્રીજી નોટિસને પણ ન ગણકારીને અધિકારી હાજર ન રહેતાં પોલીસે ચોથી નોટિસ આપી છે. દહિયા સામે દિલ્હીની મહિલાએ કરેલા આક્ષેપો સંદર્ભે નિવેદન નોંધાવવા માટે સેકટર- 7 પોલીસે નોટિસ પાઠવીને સાત દિવસમાં હાજર થવા જણાવ્યું હતું. નોટિસની મર્યાદા પૂરી થવાની તૈયારીમાં હતી ત્યારે પોલીસે શનિવારે બીજી, સોમવારે ત્રીજી નોટિસ આપી હતી. બીજી નોટિસનો સમય પૂર્ણ થાય તે પહેલાં દહિયાએ નાદુસ્ત તબિયતનું કારણ દર્શાવી છ દિવસનો સમય માગ્યો હતો. જોકે, પોલીસે તેમને મંગળવાર સુધીમાં હાજર થવા જણાવ્યું હતું અને આ અંગેની નોટિસ સેકટર-૧૯ ખાતેના તેમના નિવાસ સ્થાને ચોંટાડી હતી. જે કે તે હાજર ન રહેતાં પોલીસે ચોથી નોટિસ આપી છે જો હાજર નહીં રહે તો ગુનો નોધાશે.

મુખ્યમંત્રીને રિપોર્ટ મોકલ્યો હતો

ગૌરવ દહિયા પોલીસને પોતાના ઘરે અથવા સરકારી ઓફિસે આવી જવાબ લેવાનો આગ્રહ કરી રહ્યાં છે. ગૌરવ દહિયા સામે લીનુંસિંહે કરેલા તમામ આક્ષેપો બાબતે આઈએએસ અધિકારીની ટીમે દહિયાની પૂછપરછ કરી હતી. ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરી સીએમને મોકલાવામાં આવ્યો હતો.

અપ્રમાણસર સંપત્તિ બાબતે પણ દહિયાની પૂછપરછ થઈ શકે
તેની સાથે સાથે આગામી સમયમાં પોલીસ દ્વારા અપ્રમાણસર સંપત્તિ બાબતે પણ દહિયાની પૂછપરછ કરવામાં આવશે. તેમજ અપ્રમાણસર મિલકત મામલે સીબીઆઈને કેસ સોંપવામાં આવી શકે છે.

ઓગસ્ટ 2017થી બંને અલગ રહેવા લાગ્યા
ગૌરવ દહિયા અને શિવાની બિશ્નોઈ વચ્ચે 17-06-2009ના રોજ હરિયાણાના સિરસામાં લગ્ન થયા હતા. લગ્નના આઠ વર્ષ પુત્ર જન્મ થયો હતો. તે પછી પતિ-પત્ની વચ્ચેના સંબંધો બગડતા 14-08-2017થી બંને અલગ રહેવા લાગ્યા હતા. બાળકના ભવિષ્યના કારણે શિવાનીએ દહિયા સાથે છૂટાછેડા લેવા માટે 12-11-2018ના રોજ પિટિશન દાખલ કરી હતી. અને 21-01-2019ના રોજ ગાંધીનગરની ફેમિલી કોર્ટમાં શિવાનીએ દહિયા સાથે છૂટાછેડા લીધા હતા.

ફરિયાદો બાદ દહિયાને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર પદેથી દૂર કરાયા હતા
2010ની બેચના ગુજરાતના સનદી અધિકારી ગૌરવ દહિયા સામેના કેસમાં તપાસ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રણ આઇએએસ અધિકારી સહિત પાંચ મહિલા અધિકારીઓની સમિતિ બનાવી છે. ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના ગુજરાત ખાતેના ડાયરેક્ટર હતા પણ 22 જુલાઈએ તેમની બદલી કરાઈ હતી. બદલી પાછળનું કારણ સ્પષ્ટ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમના વિરુદ્ધ મળેલી ફરિયાદોને કારણે તેમને હટાવી દેવાયાં હતાં. દહિયા સામે વિવિધ સ્તરેથી વ્યાપક ફરિયાદો થઈ હતી.

X
લીનુસિંહ અને ગૌરવ દહિયાલીનુસિંહ અને ગૌરવ દહિયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી