EXCLUSIVE / IAS ગૌરવ દહિયાનો એકરાર ‘ હું જાણું છું હું ખોટો છું’, મહિલાની ચિમકી ‘હવે તું જોજે’

I know I am wrong, whatsapp chat between ias gaurav dahiya and linu singh
લીનુ અને દહિયાની પુત્રી ઉર્જિતાનું બર્થ સર્ટિફિકેટ
લીનુ અને દહિયાની પુત્રી ઉર્જિતાનું બર્થ સર્ટિફિકેટ

  • મહિલાએ કહ્યું, ઓફિસવાળાને આ બધું બકજે
  • ફરિયાદો બાદ દહિયાને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર પદેથી દૂર કરાયા હતા 

Divyabhaskar.com

Jul 29, 2019, 03:02 PM IST

ચેતન પુરોહિત, ગાંધીનગર: ગુજરાતના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા અને દિલ્હીની મહિલા લીનુ સિંહ વચ્ચેના સંબંધોના મામલે મુખ્યમંત્રી રૂપાણી ત્રણ મહિલા IAS સહિત પાંચ અધિકારીઓની સમિતિની રચના કરી છે. આ સમિતિને મુખ્યમંત્રીએ તાકીદે તપાસ કરીને અહેવાલ રજૂ કરવા માટે સૂચના આપી છે. તે અનુસાર વાહનવ્યવહાર વિભાગના અગ્રસચિવ સુનયના તોમરને આ સમિતિના અધ્યક્ષ બનાવાયાં છે. આ ઉપરાંત ઉદ્યોગ કમિશ્નર મમતા વર્મા તથા ટ્રાન્સપોર્ટ કમિશનર સોનલ મિશ્રા તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુક્ત સચિવ દેવી પંડ્યા તથા સભ્ય સચિવ તરીકે નાયબ, સંયુક્ત અથવા અધિક સચિવકક્ષાના મહિલા અધિકારી રહેશે. દરમ્યાન લીનુ સિંહે ગૌરવ દહિયાએ કરેલાં વ્હોટ્સેપ્પ મેસેજના સ્ક્રીન શોટ્સ જાહેર કર્યાં છે અને તેમાં દહિયાએ પોતે ખોટું કર્યું હોવાની કબૂલાત કરી જણાવ્યું કે પોતે તે મહિલાને અને દીકરીને ખૂબ પ્રેમ કરે છે પણ પરિસ્થિતિના હાથે મજબૂર છે. મહિલાએ કહ્યું હતું કે એક મહિના પહેલાં મોબાઇલ પર આ ચેટ થઈ હતી. દહિયાએ ફેબ્રુઆરી અને જૂનમાં મહિલા સામે ફરિયાદ કરી હતી.

વૉટ્સએપ ચેટ: મહિલાએ કહ્યું, ઓફિસવાળાને આ બધું બકજે

દહિયા- હું ખુબ દિલગીર છું, તું જાણે છે, હું દીલના ઊંડાણથી તારી માફી માંગુ છું. પણ તને જાણ કરું છું કે હું બધું સંભાળી લઇશ. મને તક આપ. તને નથી ખબર કે તે મારા માટે કેટલું અઘરું છે. આઇ એમ સોરી.
એ પછી દહિયા એક પિક્ચર મેસેજ મોકલે છે જેમાં લખેલું છે કે,
જ્યારે બીજું કોઇ આપણી ટીકા કરે ક્યારે આપણે તેમના મંતવ્યને નકારી દઇ શકીએ છીએ. પણ જ્યારે આપણે આપણી જાતની જ ટીકા કરીએ ત્યારે આપણું મન તે ટીકાને સ્વીકારે છે. આપણે પોતાને આપણી જાત પર કરેલી ટીકાથી ક્યારેય બચાવી શકતાં નથી. જ્યારે તમે જાતને પોતાના અંગે કશું કહો છો તો તેની કાળજી લો.
ત્યાર પછી દહિયા લખે છે...
પણ હું તને કહું, કે હું તને ક્યારેય છોડીશ નહીં. હું મારી જવાબદારી નિભાવી રહ્યો છું અને મારા જીવનમાં હું બધું જ નિભાવતો રહ્યો છું.
તું મને સજા અપાવી શકે છે. પણ તે છતાં હું તને અને મારી દીકરીને પ્રેમ કરું છું. તું જાણે છે કે હું તમારા બન્ને માટે મરી પણ શકું. પણ પરિસ્થિતિને હાથે લાચાર છું. તે છતાં હું મારાથી બનતાં ઉત્તમ પ્રયત્ન કરીશે. મને ખબર છે તારી સાથે ખૂબ ખરાબ થયું છે.
પછી દહિયાએ સતત વૉટ્સએપ કોલ કર્યાં પણ મહિલાએ ઉઠાવ્યાં નહીં એટલે ફરી મેસેજ કર્યો.
પ્લીઝ યાર, સમજવાનો પ્રયત્ન કર. કોઇની સાથે વાત કરી લે. હું દરેક બાબત માટે માફી માગું છું. હું જાણું છું કે હું ખોટો છું.
ત્યારપછી મહિલાએ જવાબમાં મેસેજ કર્યો કે...
ઓફિસવાળાને આ બધું બકજે. એક સેકન્ડ પણ રહી શકતો નહતો ને?... હવે તું જોજે.

ફરિયાદો બાદ દહિયાને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર પદેથી દૂર કરાયા હતા
2010ની બેચના ગુજરાતના સનદી અધિકારી ગૌરવ દહિયા સામેના કેસમાં તપાસ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રણ આઇએએસ અધિકારી સહિત પાંચ મહિલા અધિકારીઓની સમિતિ બનાવી છે. ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના ગુજરાત ખાતેના ડાયરેક્ટર હતા પણ 22 જુલાઈએ તેમની બદલી કરાઈ હતી. બદલી પાછળનું કારણ સ્પષ્ટ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમના વિરુદ્ધ મળેલી ફરિયાદોને કારણે તેમને હટાવી દેવાયાં હતાં. દહિયા સામે વિવિધ સ્તરેથી વ્યાપક ફરિયાદો થઈ હતી.

જયંતી રવિને અનેક મહિલા સ્ટાફે દહિયા વિરુદ્ધ ફરિયાદ કરી હતી
દહિયા જ્યારે આરોગ્ય વિભાગમાં હતા ત્યારે તેમણે અનેક મહિલાઓનું શોષણ કર્યું હોવાની ફરિયાદ ઉઠી હતી. તેમાંની એક મહિલાએ દહિયાના ઉપરી અને રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિને ફરિયાદ કરતાં રવિએ તે મહિલાને રક્ષણ આપ્યું હતું.

દહિયાનો કિસ્સો વિધાનસભામાં ગાજ્યો
કોંગ્રેસી ધારાસભ્યએ વિધાનસભામાં દહિયાના કિસ્સાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સરકારને આઇએએસ વિરુદ્ધ સમિતિ બનાવવી પડી છે. એક વિધેયકમાં સરકારે કલેક્ટર પાસે કામનું ભારણ હોવા પાછળના કારણો દર્શાવ્યાં હતાં તેમાં અધિકારીઓ મહિલાઓ સાથે સંબંધોમાં વ્યસ્ત હોવાનું કારણ ઉમેરવું જોઇએ તેવું પણ ઠુંમરે કહ્યું હતું.

X
I know I am wrong, whatsapp chat between ias gaurav dahiya and linu singh
લીનુ અને દહિયાની પુત્રી ઉર્જિતાનું બર્થ સર્ટિફિકેટલીનુ અને દહિયાની પુત્રી ઉર્જિતાનું બર્થ સર્ટિફિકેટ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી