• Gujarati News
  • National
  • I Am Safe, I Apologize For Worrying Everyone Missing Vrushti Jashubhai Emailed To Her Mother

હું સહી સલામત છું, સૌ ને ચિંતા કરાવવા બદલ માફી માંગુ છું, વૃષ્ટિએ માતાને Email કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇ મેલ વૃષ્ટિએ જ અને ક્યાં આઈપી પરથી કરવામાં આવ્યો છે તેની પોલીસે તપાસ શરૂ કરી
  • નોકરી મળી ગયાનો પણ ઇ મેલમાં ઉલ્લેખ, જો કે શિવમનો કોઈ ઉલ્લેખ નથી કરાયો

અમદાવાદ: નવરંગપુરામાંથી વૃષ્ટી અને શિવમના ગુમ થવાના કેસમાં નવો ખુલાસો થયો છે. વૃષ્ટિના નામે તેની માતાને એક ઈમેલ મળ્યો છે, જેમાં તેણે સૌને ચિંતા કરાવવા બદલ માફી માંગી છે. તેને નોકરી મળી ગઈ છે અને સહી સલામત હોવાનું જણાવ્યું છે.  ઈમેલમાં તેણે શિવમનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. વૃષ્ટિના નામે ઈમેલ મળતા નવરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આઇપી એડ્રેસના આધારે ક્યાંથી ઈમેલ થયો છે તેની તપાસ હાથ ધરી  છે.

વૃષ્ટિના ડાબા હાથના કાંડાના ભાગે તથા ગરદનના નીચા ભાગે ટેટ્ટુ
વૃષ્ટિ શરીરે મધ્યમ બાંધાની, રંગ શ્વેત, ઉંચાઈ આશરે 5 ફૂટ 1 ઈંચ છે. જ્યારે તેણી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. વૃષ્ટિએ ગુમ થયા સમયે લાલ રંગની કુર્તી અને વાદળી રંગનું જીન્સનું પેન્ટ પહેર્યું હતું.તેમજ તેણીના ડાબા હાથના કાંડાના ભાગે તથા ગરદનના નીચા ભાગે ટેટ્ટુ ત્રોફાવેલું છે. જો વૃષ્ટિ મળી આવે તો નવંરગપુરા પોલીસ સ્ટેશનના 079-26440698 પર સંપર્ક કરવો.
એક્ટ્રેસ સોહા અલી ખાને પણ મદદની અપીલ કરી હતી
વૃષ્ટિ જશુભાઈ નામની 23 વર્ષીય યુવતી છેલ્લા 3 દિવસથી ગુમ થઈ છે. તેના પરિવારજનોએ આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ગુમ થયા મામલે નોંધ કરાવી છે. વૃષ્ટિને શોધવામાં સોશિયલ મીડિયાની મદદ લેવામાં આવી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાન દ્વારા વૃષ્ટિના ફોટો સાથે ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં સોહા અલી ખાને વૃષ્ટિ છેલ્લા 2 દિવસથી ગુમ છે અને તેનો ફોન બંધ આવે છે. તે અમદાવાદમાં રહે છે અને તેના માતાપિતા ચિંતા કરી રહ્યાં છે જેથી મદદ કરો અને એક મોબાઈલ નંબર લખ્યો છે. સોહા અલી ખાનના ટ્વીટ બાદ અનેક લોકોએ ટ્વીટ કર્યું હતું જેમાં ગુજરાત પોલીસના ટ્વિટર એકાઉન્ટમાં ટેગ કરી મદદ માંગતા ગુજરાત પોલીસે અમદાવાદ પોલીસને ટ્વીટ કરી આ મામલે તપાસ માટે કહ્યું હતું.
30 સપ્ટેમ્બરથી ગુમ થઈ હતી
વૃષ્ટિના પરિવારજન સાથે DivyaBhaskarએ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે વૃષ્ટિ 30 સપ્ટેમ્બર બપોરથી ગુમ થઈ છે. તેનો ફોન બંધ છે. જો કે તેઓએ આ મામલે વધુ કોઈ માહિતી આપી ન હતી. પોલીસમાં જાણ કરવા મામલે તેઓએ પોલીસ શોધી શકશે કે તેના પર સવાલ કર્યા હતા.