અમદાવાદ / કિસ કરવાનું કહી પત્નીની જીભ બહાર કઢાવી પછી છરીથી કાપી નાંખી પતિ ફરાર થયો

husband cut wife tongue with knife during saying for kiss in ahemdabad

  • ઘરમાં અંદર કોઈ આવી ન શકે એટલે ઘરને બહારથી લોક કરીને નાસી છૂટ્યો
  •  તસ્લિમ  સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ , વેજલપુર પોલીસે ગુનો નોંધ્યો

Divyabhaskar.com

Oct 10, 2019, 10:11 AM IST

અમદાવાદ: જુહાપુરા વિસ્તારમાં પતિએ પત્ની પર હુમલો કર્યો હોવાનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. પતિએ જીભથી જીભ કિસ કરવાનું કહી અને પત્નીની જીભ બહાર કઢાવી હતી બાદમાં અચાનક છરી કાઢી જીભ કાપી નાસી ગયો હતો. પતિ ઘર બહારથી લોક કરી અને નાસી ગયો હતો જેથી કોઈ અંદર ન આવી શકે. પત્નીએ બહેનને વીડિયો કોલ કરી ઘટના અંગે જાણ કરી હતી.

પીડિત નર્સના બીજા લગ્ન
જુહાપુરાના મહેરાજ સોસાયટીમાં રહેતા અને પાલડીમાં નર્સ તરીકે નોકરી કરતા તસ્લિમ અયુબભાઈ મન્સૂરી સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્નના બે ત્રણ મહિના બાદ નાની નાની વાતમાં અયુબભાઈએ ઝઘડા ચાલુ કરી દીધા હતા. કોઈ કામધંધો કરતા ન હતા અને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.

બહેનને વીડિયો કોલ કરી જણાવ્યું
બુધવારે મોડી રાતે અયુબભાઈએ પત્નીને જીભથી જીભ કિસ કરવાનું કહ્યું હતું. જીભ બહાર નીકળતાની સાથે જ પકડી અને અયુબભાઈએ તેમની પાસે રહેલી છરી કાઢી જીભ પર ફેરવી દીધી હતી. ત્યારબાદ ઘર બંધ કરી અયુબભાઈ નાસી ગયા હતા. તસ્લિમએ તેની બહેનને વીડિયોકોલ કરી અને તેની સાથે થયેલી ઘટના કહી તાત્કાલિક બોલાવી હતી. હાલમાં તસ્લિમને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

X
husband cut wife tongue with knife during saying for kiss in ahemdabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી