તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈરસના ડરથી કરિયાણાની દુકાનો પર ગૃહિણીઓની લાંબી લાઈન, બે મહિનાની ખરીદી એકસાથે કરે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • મહિનો પુરો થાય તે પહેલા જ આગલા મહિનાની ખાણી-પીણીની ખરીદી થઈ રહી છે
  • કેટલાક શાકમાર્કેટમાં શાકભાજીઓ લૂંટ શરૂ થઈ, સામાન્ય કરતા ડબલ ભાવ

અમદાવાદ: કોરોના વાઈરસને પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભીડવાળા વિસ્તારોને બંધ રાખવા સૂચના અપાઈ છે. જેમા શાળા-કોલેજ, થિયેટર સહિત સામેલ છે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કરિયાણાની દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. વાઈરસને પગલે દુકાનો બંધ થઈ જશે તેવા ડરથી લોકો બે-ત્રણ મહિનાનું કરિયાણું એકસાથે ખરીદતા જોવા મળી રહ્યા છે. 

સામાન ખાલી થવાના ડરથી મોટા પ્રમાણમાં ખરીદી થાય છે
સરકારે સાવચેતીના પગલે શહેરના ભીડભાળવારા વિસ્તારો બંધ રખાયા છે. જોકે લોકોને જરૂરિયાતનો સામાન મળી રહે તે માટે હાલમાં મોલ ચાલું છે પરંતુ વાઈરસના ભયથી લોકો મોલમાં જવાનું ટાળી રહ્યા હોવાથી અમદાવાદ મોટાભાગના મોલ ખાલીખમ જોવા મળી રહ્યા છે. ત્યારે કેટલીક કરિયાણાની દુકાનોમાં પણ વાઈરસની અસર જોવા મળી રહી છે. બે-ત્રણ દિવસોથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખાણી-પીણીનો માલ-સામાન લેવા માટે ગૃહિણીઓની લાંબી લાઈનો લાગી રહી છે. 

ગ્રાહકોને ડબલ ભાવે શાકભાજી અપાઈ રહી છે
સામાન્ય રીતે લોકો 1થી 5 તારીખની વચ્ચે ઘરનો સામાન ખરીદતા હોય છે, પરંતુ હાલમાં ચાલી રહેલા વાઈરસના કહેરના ડરથી લોકો મહિના પહેલા જ મોટા પ્રમાણમાં ખાણી-પીણીનો સામાન ખરીદી રહ્યા છે. બીજી તરફ શાકમાર્કેટમાં પણ ગ્રાહકો પાસેથી ડબલ લઈ છેતરવામાં આવી રહ્યા છે. ગૃહિણીઓ પણ વાઈરસના કારણે દુકાનો બંધ થઈ શકે છે તેની ચિંતામાં અઠવાડિયાની શાકભાજી એકસાથે ખરીદી રહી છે. તેમજ કરિયાણામાં માલ-સામાન ખતમ થઈ જશે તેવા ડરથી સામાન્ય મહિનાઓ કરતા વધારે સામાન ખરીદી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...