રેલવે / 19મી જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થતી તેજસ એક્સપ્રેસ પહેલા દિવસે જ હાઉસફુલ

તેજસ ટ્રેનની હોસ્ટેસના યુનિફોર્મમાં ગુજરાતી પહેરવેશની ઝલક જોવા મળશે.
તેજસ ટ્રેનની હોસ્ટેસના યુનિફોર્મમાં ગુજરાતી પહેરવેશની ઝલક જોવા મળશે.

  • પેસેન્જરો ગુજરાતી-મહારાષ્ટ્રીયન ભોજનનો સ્વાદ માણી શકશે
  • તેજસના લીધે રેલવે 32 ટ્રેનોના સમયમાં 5થી 10 મિનિટનો ફેરફાર કરશે
  • તેજસ ટ્રેનના સંચાલન સામે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયને વિરોધ નોંધાવ્યો

Divyabhaskar.com

Jan 16, 2020, 01:45 AM IST
અમદાવાદ: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસ ગુરુવાર સિવાય સપ્તાહમાં 6 દિવસ દોડશે. દર ગુરુવારે ટ્રેનનું મેન્ટેનન્સ કરાશે. આ ટ્રેનનું 17 જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરાશે. 19મીથી આ ટ્રેન રેગ્યુલર શરૂ થશે. પહેલા દિવસે ટ્રેન હાઉસફુલ થઈ ગઈ છે એટલે કે તેની ચેરકાર અને એક્ઝિક્યુટિવ ચેરકારની તમામ સીટ ભરાઈ ગઈ છે. વધુમાં પેસેન્જરોને ચા-કોફીની સાથે નાસ્તો અને ભોજન અપાશે જેમાં ગુજરાતી-મહારાષ્ટ્રીયન સ્વાદ માણી શકશે.તેજસના લીધે રેલવે 32 ટ્રેનોના સમયમાં 5થી 10 મિનિટનો ફેરફાર કરશે.
ટ્રેનમાં 56 સીટની ક્ષમતાવાળા બે એક્ઝિક્યુટિવ ચેરકાર મળી કુલ 112 સીટ તેમજ 78 સીટની ક્ષમતા ધરાવતા 8 ચેરકાર કોચ એટલે કે કુલ 624 સીટ મળી કુલ 736 પેસેન્જરો મુસાફરી કરી શકશે. 15 જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યા સુધીમાં 19મીની પહેલા દિવસની તમામ ચેરકાર અને એક્ઝિક્યુટિવ ચેરકારની સીટ ભરાઈ ગઈ છે. 20 જાન્યુઆરીએ ચેરકારમાં ફક્ત 80 સીટ અને એક્ઝિક્યુટિવ ચેરકારમાં ફક્ત 10 સીટ ખાલી રહી છે. 21મીએ ચેરકારમાં 280, એક્ઝિક્યુટિવ ચેરકારમાં 40 સીટ ખાલી હોવાનું જાણવા મળ્યું છે.
હોસ્ટેસના યુનિફોર્મમાં ગુજરાતી પહેરવેશની ઝલક
ટ્રેનમાં હોસ્ટેસના યુનિફોર્મ લખનઉ - નવી દિલ્હી તેજસની હોસ્ટેસ કરતા અલગ હશે. યુનિફોર્મમાં ગુજરાતી પહેરવેશની ઝલક જોવા મળશે.
તેજસ સામે રેલવે કર્મીઓ વિરોધ કરશે
તેજસ ટ્રેનના સંચાલન સામે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયને વિરોધ નોંધાવ્યો છે. ટ્રેનનું સંચાલન ખાનગી કંપનીને નહીં પરંતુ રેલવેને સોંપવાની માગણી સાથે તેજસના ઉદ્ઘાટન પ્રસંગે સવારે 8 વાગે વિરોધ કરવામાં આવશે.
આટલું નાસ્તા-ભોજનમાં મળશે
સવારે-સાંજે ચા-કોફી અપાશે. સવારે નાસ્તામાં દાળવડાં, ખમણ, પાત્રા, થેપલાં, ફાફડા, હાંડવો, પોહા, ઉપમા જેવી વસ્તુઓ તેમજ બપોરે વેજ અને નોનવેજ બિરિયાની, ખીચડી - કઢી, પૂરી શાક દાળ-ભાત જેવી વસ્તુઓ પિરસવામાં આવશે. સાંજે નાસ્તામાં સેન્ડવિચ, બટાકા વડાં, ભાખર વડી, ડિનરમાં વેજ નોનવેજ ડિશ જેમાં સેવ બટાકાનું શાક, પૂરી સહિતની ચીજ અપાશે.
X
તેજસ ટ્રેનની હોસ્ટેસના યુનિફોર્મમાં ગુજરાતી પહેરવેશની ઝલક જોવા મળશે.તેજસ ટ્રેનની હોસ્ટેસના યુનિફોર્મમાં ગુજરાતી પહેરવેશની ઝલક જોવા મળશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી