ગુજરાત / ગાંધીનગર સ્ટેશન પરની હોટેલ વાઈબ્રન્ટ સુધીમાં બની જશે: CM

પીયૂષ ગોયલ અને મુખ્યમંત્રી રૂપાણીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું
પીયૂષ ગોયલ અને મુખ્યમંત્રી રૂપાણીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું

  • નાણામંત્રી પીયૂષ ગોયલ અને મુખ્યમંત્રીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું
  • હોટેલ પ્રોજેકટ રૂ.721 કરોડના ખર્ચે ઊભી કરવામાં આવી રહ્યો છે

Divyabhaskar.com

Aug 14, 2019, 04:36 AM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી રૂપાણી અને કેન્દ્રિય નાણામંત્રી પિયુષ ગોયલે મંગળવારે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે નિર્માણાધીન હોટેલ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

નિરીક્ષણ બાદ બંનેએ જણાવ્યું હતું કે,આવતા વાઈબ્રન્ટ સુધીમાં હોટેલ કાર્યરત કરી દેવાશે. ગાંધીનગર રેલવે સ્ટેશન પર વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટને સાકાર કરતી હોટેલ બની રહી છે. જેમાં હોટલ, મોલ, શોપીંગ સેન્ટર, થિયેટર સહિતની સુવિધાઓ હશે. દેશમાં પહેલીવાર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ અને પરિસર ઉપર 70 મીટર ઊંચાઈ સાથે હોટેલ પ્રોજેક્ટ ઉભો કરાઈ રહ્યો છે. ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ અંતર્ગત આ પ્રોજેક્ટ 721 કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે. ઉલ્લેખનિય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 15 દિવસ પહેલાં પણ અહીં પહોંચીને કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

X
પીયૂષ ગોયલ અને મુખ્યમંત્રી રૂપાણીએ કામગીરીનું નિરીક્ષણ કર્યુંપીયૂષ ગોયલ અને મુખ્યમંત્રી રૂપાણીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી