અમદાવાદ / જાહેરમાં ગંદકીને લઈ ઘોડાસરના ઇસ્કોન ગાંઠિયાને રૂ.50000 તો મણિનગરની ઓનેસ્ટ રેસ્ટોરન્ટને રૂ.5000નો દંડ

honest restaurant and iscon gathiya fined for dirt in public

  • શહેરમાં ગંદકીને લઈ મ્યુનિસિપલનું સોલિટ વેસ્ટ ડિપાર્ટમેન્ટ એક્શનમાં
  • સૌથી વધુ દક્ષિણ ઝોનના 9 એકમને 1.42 લાખનો દંડ ફટકારવામાં આવ્યો
  • સોલિટ વેસ્ટ વિભાગે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી

Divyabhaskar.com

Jan 15, 2020, 06:07 PM IST

અમદાવાદ: સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવી ગયું છે. આજે વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી. જેમાં ઘોડાસર પાસે આવેલા ઇસ્કોન ગાઠિયાની બહાર ગંદકી જોવા મળતા રૂ.50000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે મણિનગરમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટની બહાર જાહેર રોડ પર ગંદકી જોવા મળતા તેને રૂ.5000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય મહાવીર પ્લાસ્ટિક દુકાનની બહાર પણ કચરો મળી આવતા તેને સીલ મારવામાં આવ્યું છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કરેલો દંડ

લોકેશન દંડની રકમ
ઈસ્કોન ગાંઠિયા, ઘોડાસર 50000/-
રેબલ ફૂડ, દક્ષિણ ઝોન 15000/-
ગોપી એન્ટરપ્રાઇઝ, દક્ષિણ ઝોન 15000/-
કટારિયા હાઇટ, દરિયાપુર 10000/-
ઓનેસ્ટ રેસ્ટોરન્ટ, મણિનગર 5000/-
શાંતિ રેસ્ટોરન્ટ, પશ્ચિમ ઝોન 5000/-

દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 1.42 લાખનો દંડ ફટકાર્યો

ઝોન નોટિસ દંડ
પૂર્વ 12 7600/-
પશ્ચિમ 54 26300/-
ઉત્તર 116 48700/-
દક્ષિણ 9 142300/-
મધ્ય 5 13200/-
ઉત્તર-પશ્ચિમ 11 5700/-
દક્ષિણ-પશ્ચિમ 11 1900/-

દક્ષિણ ઝોનના 9 એકમ સીલ કરાયા

વોર્ડ સીલ લોકેશન
બહેરામપુરા 1 એક્ષલ ઈન્ડ
દાણીલીમડા 1 ચંડોળા રોડ
ખોખરા 1 ગાયત્રી પસ્તી ભંડાર
ઈસનપુર 2 મહાવીર પ્લાસ્ટિક, ફેબ્રિકેશનની દુકાન
વટવા 1 જય અંબે એન્ટરપ્રાઇઝ
લાંભા 3 નારોલ ગામ
X
honest restaurant and iscon gathiya fined for dirt in public

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી