તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમદાવાદ-રાજકોટ વચ્ચે કોલમ-બિમ પર દોડશે હાઇસ્પીડ ટ્રેન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • રોડની બન્ને સાઇડ પર કોલમ બિમ પર રેલવે ટ્રેક બનાવી શકાય કે કેમ?
  • ખર્ચ કેટલો આવે સહિતની વિગતો સરકારે માગી

રાજકોટઃ રાજકોટ-અમદાવાદ હાઈ-વેની બાજુમાં જ 11300 કરોડના ખર્ચે હાઈસ્પીડ ટ્રેન દોડાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડા દિવસ પહેલા કરેલી જાહેરાત બાદ રેલ્વે ટ્રેક ક્યાં નખાશે? તે સહિતના મુદ્દે કોઈપણ વ્યક્તિને જાણવાની ઉત્સુકતાની જરૂર હોય છે. માર્ગ અને મકાન વિભાગ તેમજ રેલ્વે તંત્રએ સંકલન સાધીને આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ પણ કરી દીધું છે. ત્યારે દિવ્ય ભાસ્કરને સૂત્રોમાંથી એવી માહિતી મળી છે કે, સંભવત: સિક્સલેન વચ્ચેના પાંચ મિટર પહોળા ડિવાઈડરની વચ્ચે દોઢ ડાયામિટરનો કોલમ ઊભો કરી તેના પર બીમ મૂકીને રેલ્વે ટ્રેક ફિટ કરીને 160 કિલોમિટરની ઝડપે ટ્રેન દોડાવી શકાય. આવું શક્ય બને કે કેમ? તે માટે માર્ગ અને મકાન વિભાગ તેમજ રેલ્વેના નિષ્ણાંતોની મદદ લેવામાં આવી રહી છે અને રાજ્ય સરકારે આ બાબતે માહિતી પણ માગી છે.

કોઇ પણ એકબાજુથી ટ્રેન પસાર થશે
આ ઉપરાંત બે વિકલ્પ પણ રખાયા છે. જેમાં રાજકોટ-અમદાવાદ વચ્ચે સિક્સલેન બની રહ્યો છે તેની બન્ને સાઈડમાંથી કોઈ એક સાઈડ પર કોલમ બીમ ઊભા કરીને ટ્રેન દોડાવી શકાય કે કેમ? તેમજ કોલમ બીમ પર ડબલ ટ્રેક બનાવવા હોય તો શું થઈ શકે? તેવો વિકલ્પ પણ વિચારણા હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણમાંથી કોઈપણ એક વિકલ્પનો અમલ કરવામાં આવશે. તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે. જો આમ થશે તો ડિવાઈડરની બન્ને સાઇડ ત્રણ-ત્રણ લેન પર વાહનોનું આવાગમન થશે અને સંભવત: ડિવાઈડરની ઉપરથી અથવા તો રોડની કોઈપણ એક સાઈડ પરથી ટ્રેન પસાર થશે.

રોડની કોઇ પણ એક સાઇડ કોલમ અને બીમ ઊભા કરાશે
હાલના તબક્કે સરકારે રાજકોટના માર્ગ અને મકાન વિભાગ પાસેથી જમીન સંપાદન, ડિવાઈડરની પહોળાઈ અને તેના કોલમ-બીમ ઊભા કરી શકાય કે કેમ? તે બાબતની માહિતી મગાવીને કામ પૂરજોશમાં ચાલુ કરી દીધું છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે, ડિવાઈડર અથવા તો રોડની કોઈપણ એક સાઈડ પર કોલમ અને બીમ ઊભા કરવામાં આવશે તેમાં દરેક કોલમ વચ્ચે સાતથી આઠ મીટરનું અંતર રહેશે. જ્યારે કોલમ કેટલા ઊચા રાખવા અને કેટલી મજબૂતાઈના બનાવવા તે અંગે પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરાશે. જો ઉપરોક્ત વિકલ્પ મુજબ રેલ્વે ટ્રેક નખાશે તો રાજકોટ-અમદાવાદ સિક્સલેન રાજેશખન્ના અને શર્મિલા ટાગોર અભિનિત આરાધના ફિલ્મની યાદ અપાવશે.

ડિવાઈડર પર રેલવે ટ્રેક બનાવાય તો આ જોખમ રહેશે
રાજકોટ-અમદાવાદ વચ્ચે છાશવારે અકસ્માતો થતાં રહે છે. તેમાં 40 ટનથી વધુ માલ ભરેલા ટ્રક ક્યારેક ડિવાઈડર પર ચડીને પલટી મારી જતાં હોય છે. અથવા તો રોડની સાઈડ પર ઉતરીને નીચે ખાબકતાં હોય છે. ત્યારે નિષ્ણાંત એન્જિનિયરનું કહેવું છે કે, જો 40 ટન માલ ભરેલું કોઈપણ વાહન 40ની સ્પીડમાં કોલમ સાથે અથડાઈ તો કોલમને નુકશાન થવાની પૂરેપુરી સંભાવના રહે છે. નુકસાન થયેલા કોલમ બીમ પરથી હાઈસ્પીડ ટ્રેન ચલાવવી અતિ જોખમી ગણાશે. જો કે, હાલના તબક્કે કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે ત્રણમાંથી ક્યો વિકલ્પ નિષ્ણાંતોની સલાહ બાદ સરકાર અમલમાં મૂકે છે તે આગામી સમયમાં ખ્યાલમાં આવી જશે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન ક્યા અને કેવી રીતે બનાવવા તે અંગે પણ વિચારણા ચાલી રહી છે. ટ્રેન ચાલુ થયા બાદ સંભવત: એક સ્ટોપ અપાય તેવી પણ શક્યા છે.

  • 11300 કરોડના ખર્ચે પ્રોજેક્ટ સાકાર થશે
  • 18000 રાજકોટ-અમદાવાદ વચ્ચે કોલમ ઊભા થશે
  • 160 કે તેથી વધુની સ્પીડથી દોડશે ટ્રેન
  • 50 લાખ લોકો વર્ષે રાજકોટ-અમદાવાદ વચ્ચે મુસાફરી કરે છે
  • 08 ડબ્બાની મિનિ ટ્રેન દોડાવવાની સંભાવના
  • 1.5 મીટરના પહોળા કોલમ ઊભા કરાશે
  • 08 મીટર પર એક કોલમ ઊભા થશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો