તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં કોરોના ફેલાતો અટકાવવા હાઇકોર્ટે સુઓમોટો કરી, પક્ષકારોએ કોર્ટમાં આવવાનો આગ્રહ ન રાખવો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કેન્દ્ર અને રાજ્ય સરકાર સાવધાની માટે પગલાં લઈ રહી છે, પરંતુ વાયરસ વધુ ન ફેલાય તે માટે રાજ્યની ન્યાયપાલિકા તરીકે અને ન્યાયપાલિકા માટે પણ તેમજ પ્રજા માટે પણ નિર્દેશ જારી કરવાની જરૂરિયાત હોવાનું કોર્ટે નોંધ્યું છે. કોર્ટે હસ્ત ધનૂનના બદલે નમસ્તેનો આગ્રહ રાખવા કહ્યું છે. રાજ્યભરમાં જાહેરસભાઓ કે પબ્લિક ગેધરિંગ અતિ આવશ્યક ન હોય ત્યાં સુધી ટાળવા જણાવ્યું છે.
ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે કેટલાક નિર્દેશ જાહેર કર્યાં 
કોરોના વાઇરસની ભીતિને લઇને હાઇકોર્ટે લીધેલી સુઓમોટ જાહેરહીતની અરજીમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે કેટલાક નિર્દેશ જાહેર કર્યાં છે. જેમાં જણાવવામાં આવ્યું છેકે, કેન્દ્ર અને રાજ્ય સરકારે કોરોના વાઈરસ માટે જારી કરેલી એડ્વાઈઝરીનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. કોર્ટ પરિસરમાં સ્વચ્છતા અને કોર્ટ કમ્પાઉન્ડ તેમજ ફ્લોર જંતુમુક્ત રાખવા માટે જરૂરી કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. કોર્ટ પરિસરના પ્રવેશ દ્વાર પર ટેમ્પરેચર ગન મુકવા સરકારને આદેશ કરવામાં આવ્યા છે. કોર્ટમાં આવતી વ્યક્તિને તાવ જણાઈ આવે તો તાત્કાલિક સારવાર અને નિદાન માટે મોકલી આપવા નિર્દેશ કરવામાં આવ્યા છે. રાજ્યની તમામ અદાલતોમાં પક્ષકારોએ આવવાનો આગ્રહ રાખવો નહીં. પક્ષકારોના વકીલો આ મુદ્દે તેમના અસીલોને યોગ્ય માહિતી અને સમજ આપે તેવો આદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો