ચોમાસું: ગુજરાતમાં છેલ્લા 3/4 દિવસથી પહેલા વડોદરા પછી રાજકોટ અને હવે સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે મોટાભાગ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. વડોદરમાં (1 ઓગસ્ટના રોજ) 24 કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયું હતું. તેમજ મોટાભાગના રોડ વરસાદી પાણીના કારણે બ્લોક થઇ ગયા હતા. વરસાદમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRF અને આર્મીની ટીમો શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ગોઠવાઇ ગઇ હતી. ત્યારે શહેરની પોલીસ પણ લોકોને બચાવવા માટે ખડેપગે ઉભી હતી. પોલીસ દ્વારા સ્થાનિકોને ફૂડ પેકેટ, દૂધ સહિતની સેવાઓ આપવામાં આવી હતી. એ જ રીતે રાજકોટ અને સુરતમાં પણ કપરી પરિસ્થિતીને ધ્યાનમાં લેતા પોલીસનો કાફલો દિવસ-રાત જોયા વગર સ્થાનિકોની સેવામાં જોડાયો છે.
વડોદરામાં બાળકીને કાવડમાં લઇ ગળે સુધીના પાણીમાંથી પસાર થતા પોલીસની પણ સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રશંસા થઇ હતી. ત્યારે બાદ હવે રાજકોટ અને સુરતમાં સેવા આપી રહેલા પોલીસ કર્મીઓ વાઇરલ થઇ રહ્યા છે. સ્થાનિકોને પૂરતુ ભોજન મળી રહે તે માટે પોલીસની ટૂકડી સોસાયટી, ગ્રામીણ વિસ્તાર સહિતમાં જઇને ફૂડ પહોંચાડી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.