અમદાવાદ / હોટલો અને રેસ્ટોરન્ટમાં હેલ્થ વિભાગનું ચેકિંગ, NO ADMISSIONના બોર્ડ ઉતારી લેવાયા

રેસ્ટોરન્ટમાંના રસોડા પરથી ‘નો એન્ટ્રી’ના બોર્ડ ઉતારી લેવાયા
રેસ્ટોરન્ટમાંના રસોડા પરથી ‘નો એન્ટ્રી’ના બોર્ડ ઉતારી લેવાયા

Divyabhaskar.com

Nov 08, 2019, 08:15 PM IST
અમદાવાદ: રાજ્યમાં આવેલી હોટલો, કેન્ટીન અને રેસ્ટોરન્ટમાં No Admisson WithOut Permission અને Admisson only With Permisson જેવા બોર્ડ માર્યા હોય છે, જેને હટાવી લેવા ફૂડ એન્ડ સેફટી વિભાગના આદેશ બાદ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફલાઈગ સ્ક્વોડ દ્વારા અલગ અલગ વિસ્તારમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. કુલ 79 હોટલોમાં તપાસ કરી હતી. જેમાં 10 જેટલી હોટલમાં રસોડામાં નો એડમિશન ના બોર્ડ લગાવેલા હતા જેને તાત્કાલિક ઉતારી લેવામાં આવ્યા હતા. ઉપરાંત જે હોટલમાં ગ્રાહકો રસોડામાં સ્વચ્છતા છે કે નહીં તે વ્યવસ્થિત રીતે જોઈ શકે તેવી વ્યવસ્થાવાળી 62 હોટલમાં ચેકીંગ કર્યું હતું જેમાં 17 હોટલમાં વ્યવસ્થા ન હતી. જેથી તેવી વ્યવસ્થા કરવા આદેશ કરવામાં આવ્યા હતા.
X
રેસ્ટોરન્ટમાંના રસોડા પરથી ‘નો એન્ટ્રી’ના બોર્ડ ઉતારી લેવાયારેસ્ટોરન્ટમાંના રસોડા પરથી ‘નો એન્ટ્રી’ના બોર્ડ ઉતારી લેવાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી