વેપાર / ગુજરાત દેશનું ફાર્માસ્યુટિકલ હબ, દુનિયાભરમાં ભારતીય દવાઓની માંગ વધી

Gujarat's pharmaceutical hub, the demand for Indian medicines around the world has increased

  • ગુરુવારે યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં ફાર્મા એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું
  • દવાઓનો બિઝનેસ થતી રાજ્યમાં 17 લાખથી વધુ લોકોને રોજગારી મળી રહી છે

Divyabhaskar.com

Nov 08, 2019, 04:11 PM IST

અમદાવાદ: દુનિયાભરમાં ધીમે-ધીમે ભારતીય દવાઓની માંગ વધી રહી છે. દેશમાં ગુજરાત રાજ્યને ફાર્માસ્યુટિકલ હબ માનવામાં આવે છે. અહીં સૌથી વધારે દવાઓનો વેપાર થઇ રહ્યો છે. ગઇકાલે યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં ફાર્મા એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.

દુનિયાભરમાં ભારતીય દવાઓનું વેચાણ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ફાર્મા યુનિટ આવેલા છે. એક આંકડા અનુસાર, રાજ્યમાં અંદાજિત 40 હજારથી વધુ ફાર્મા યુનિટ છે. દવાઓનો બિઝનેસ થતી રાજ્યમાં 17 લાખથી વધુ લોકોને રોજગારી મળી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન કમિશનર એચ.જી. કોશીયાના જણાવ્યા અનુસાર, દેશમાં જેટલી ઝડપથી દવાઓનો બિઝનેસ વધી રહ્યો છે તેને ધ્યાનમાં લેતા દુનિયાભરમાં દર ત્રીજા બાળકને ભારતમાં બનેલી દવા આપવામાં આવી રહી છે.

ઓનલાઇન વેચાણથી મેડિકલ સ્ટોર મુશ્કેલીમાં
દવાઓમાં નફો વધવાના કારણે હવે ઓનલાઇન માર્કેટમાં પણ મેડિસિનનું વેચાણ વધી રહ્યું છે. જેના કારણે રિટેલ સ્ટોર માલિકોને મુશ્કેલીઓ પડી રહી છે. નવા-નવા ડિસ્કાઉન્ડની લાલચ આપી અને ફ્રીમાં હોમ ડિલિવરી કરી ગ્રાહકોને ઓનલાઇન તરફ ખેચવામાં આવી રહ્યા છે. જેના પગલે મેડિકલ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશન દ્વારા ઓનલાઇન મેડિસિનના વેચાણ સામે વિરોધ રજૂઆતો કરવામાં આવી હતી. જે મામલે હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે.

પ્રિસ્કીપ્શન વગર દવાઓ આપનારા મેડિકલ સ્ટોર્સને નોટિસ
તબીબોને ડોક્ટરના પ્રિસ્કિપ્શન વગર દવાઓ આપતા મેડિકલ સ્ટોર્સ પર હાલ ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનની નજર છે. થોડા સમય પહેલા ગુજરાતમાંથી અંદાજિત 200થી વધારે મેડિકલ સ્ટોરને નોટિસ પણ આપવામાં આવી છે. પ્રિસ્કીપ્શન વગર દવાઓ આપવા પર દર્દીની હેલ્થ સાથે છેડા કરનારા મેડિકલ સ્ટોર સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે.

X
Gujarat's pharmaceutical hub, the demand for Indian medicines around the world has increased
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી