નવતર પ્રયોગ / કૂતરાં સાથે રમવાં માટે અમદાવાદમાં ખુલ્યું ગુજરાતનું પ્રથમ ‘ડૉગ કેફે’

ડૉગ કેફેમાં ડૉગ સાથે ટાઈમ સ્પેન્ડ કરીને રિલેક્સ થઈ રહેલા અમદાવાદીઓ.
ડૉગ કેફેમાં ડૉગ સાથે ટાઈમ સ્પેન્ડ કરીને રિલેક્સ થઈ રહેલા અમદાવાદીઓ.

  • ડૉગ સાથે રમીને લોકોને સ્ટ્રેસ ફ્રી રાખવા ખોલ્યુ ડૉગ કેફે
  • ચાઈનીઝ ચાઉ ચાઉ સહિત 11 ડૉગ બ્રીડ રખાય છે

Divyabhaskar.com

Jun 18, 2019, 11:30 AM IST

વિજય ચૌહાણ,અમદાવાદઃ શહેરના ડ્રાઈવ ઈન રોડ પર ડૉગ લવર માટે અનોખુ ડૉગ કેફે ખોલવામાં આવ્યુ હતુ. જેમાં તમે કલાકના 150 રૂપિયા આપીને ચાઈનીઝ ચાઉચાઉ સહિત 11 ડૉગ બ્રીડ સાથે તમે રમી શકો છો. સાલ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી મિતાંશુ ચુડાસમાએ ગુજરાતનું આ સૌ પ્રથમ‘ડૉગ કેફે’ખોલ્યુ છે. ડૉગ કેફેમાં હાલ સાયબેરિયન હસ્કી, લેબ્રાડોર, ચાઈનીઝ ચાઉચાઉ જેવી ડૉગ બ્રીડ ખરીદી છે.

અમદાવાદીઓને લાગ્યુ ઘેલું કરાવી રહ્યા છે એડવાન્સ બુકિંગ

ડૉગ કેફે ખુલ્યાને થોડા જ દિવસોમાં અમદાવાદીઓએ આ અનોખા કોન્સેપ્ટને વધાવી લીધો છે. હાલ લોકો કેફેમાં બાળકોને લઈને ખાસ આવી રહ્યા છે. આ સાથે ઘણા લોકો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. ખાસ કરીને શનિવાર અને રવિવારે લોકો ડૉગ કેફેમાં વધારે આવી રહ્યા છે.

નહી કરડે ડૉગ

લોકોને એવો સવાલ થતો હશે કે સાયબેરિયન હસ્કી કે અન્ય ડૉગ બ્રીડ જો બાઈટ ભરી લે તો. પરંતુ આ કેફેમાં રહેલા 11 ડૉગને ખાસ ટ્રેઈન કરવામાં આવ્યા છે. તે અજાણી વ્યક્તિ સાથે પણ પ્રેમથી મસ્તી કરે છે. આ સાથે પબ્લિકને કોઈ પ્રોબ્લમ ના થાય તે માટે ટ્રેનર ડૉગની સાથે જ રહે છે.

કેર માટેનો ખર્ચ 25 હજાર

આ અંગે કેફેના ઓનર અને સાલ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી મિતાંશુ ચુડાસમાએ કહ્યું કે, ‘આ ગુજરાતનું પ્રથમ ડૉગ કેફે છે. આ પ્રકારના ડૉગ કેફે મુંબઈ અને બંેગ્લુરુમાં છે. આજે લોકો ખૂબ સ્ટ્રેસવાળી લાફઈ જીવે છે ત્યારે સ્ટ્રેસમાંથી મુક્ત થવા માટે ડૉગ બેસ્ટ ઓપશન છે જે બાબતને ધ્યાનમાં રાખીને મે આ કેફે ખોલવાનો વિચાર કર્યો.

કઈ રીતે જઈ શકશો?

આ કેફે સવારે 10થી રાત્રે 8.30 સુધી ઓપન રહે છે. સોમવારથી શુકવાર સુધી એક કલાકના 150 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. શનિવારથી રવિવારમાં 180 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. અમદાવાદમાં રેર કહેવાતી ચાઈનીઝ ચાઉચાઉ બ્રીડ પણ ડૉગ કેફેમાં રાખવામાં આવી છે.

X
ડૉગ કેફેમાં ડૉગ સાથે ટાઈમ સ્પેન્ડ કરીને રિલેક્સ થઈ રહેલા અમદાવાદીઓ.ડૉગ કેફેમાં ડૉગ સાથે ટાઈમ સ્પેન્ડ કરીને રિલેક્સ થઈ રહેલા અમદાવાદીઓ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી