તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેકેશન પર કોરોનાની અસર, દુબઇ સિવાયના દેશોના પ્રવાસનું બુકિંગ ગુજરાતીઓએ કેન્સલ કરાવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • અગાઉથી પ્લાનિંગ કરેલા ટ્રાવેલ્સ બુકિંગ કોરોનાએ કેન્સલ કરાવ્યું

અમદાવાદ: કોરોના વાયરસના કારણે વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે વિશ્વના કેટલાય ડ્રિમ ડેસ્ટિનેશન હાલ કોરોના કારણે ભેંકાર દેખાઈ રહ્યા છે. દર વર્ષે લાખો ગુજરાતીઓ દેશ વિદેશમાં લાખો રૂપિયા ખર્ચે ફરવા જાય છે, પરંતુ આ વખતે બાળકોનું વેકેશનમાં ઘરે જ રહે તેવી સ્થિતિ કોરોનાએ કરી દીધી છે. વિદેશ જતા પ્રવાસીઓમાં માત્ર ડુબઈનું જ બુકિંગ કેન્સલ નથી થયું, જ્યારે વિશ્વના અન્ય તમામ દેશનું બુકિંગ કેન્સલ થઈ ગયું છે. સ્થાનિક ટ્રાવેલ્સની બુકીંગ 80 ટકા કેન્સલ થઈ ગયું છે.

હાલ જૂના બુકિંગ કેન્સલ થાય છે અને સામે કોઈ નવી ઇન્કવાયરી નથી
અમદાવાદમાં વિદેશી ટૂર પર જતા લોકો વિશે ઇન્ટરનેશનલ ટ્રાવેલ એજન્ટ કમલેશ શર્માએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, વિદેશના ટ્રાવેલ ડેસ્ટિનેશન પર બુકિંગ 100 ટકા જેટલું કેન્સલ થઈ ગયું છે. માત્ર દુબઈમાં જ બુકિંગ ચાલુ છે. કોરોના કારણે ઇન્ટરનેશનલ ટૂર કેન્સલ થઈ ગઈ છે.  સ્થાનિક ટૂર ઓપરેટર રમેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે કોરોનાને કારણે 75 લોકલ બુકિંગ કેન્સલ થઈ ગયા છે. વેકેશનમાં અત્યારે સૌથી વધુ તેજી અમારા વ્યવસાયમાં હોય છે પરંતુ હાલ જૂના બુકિંગ કેન્સલ થાય છે અને સામે કોઈ નવી ઇન્કવાયરી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો