ચિંતાજનક સ્થિતિ / કુપોષિત બાળકોમાં ગુજરાત પાંચમા નંબરે, અમદાવાદમાં 31 ટકા બાળકોનું વજન ઓછું

Gujarat ranks fifth among malnourished children, 31 per cent underweight in Ahmedabad

  • અલગ-અલગ રાજ્યોની શિશુ કુપોષણ સારવાર કેન્દ્રની રિપોર્ટમાં સામે આવ્યું
  • કુપોષણથી પીડાતા વધુથી વધુ બાળકોને સારવાર કેન્દ્રમાં ભરતી કરાઈ રહ્યાં છે

Divyabhaskar.com

Dec 02, 2019, 02:47 PM IST
અમદાવાદ: દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ નવજાતથી લઈને 5 વર્ષના બાળકોના ઓછા વજન મામલે ગુજરાત પાંચમાં નંબરે છે. જ્યારે 15થી 49 વર્ષની મહિલાઓના ઓછા વજન મામલે ગુજરાત ચોથા નંબરે છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અહીંયા 31% બાળકો ઓછું વજન ધરાવે છે. રાજ્યના અલગ-અલગ શિશુ કુપોષણ સારવાર કેન્દ્રના રિપોર્ટમાં સામે આવ્યું છે કે કુપોષણના કારણે વધુમાં વધુ બાળકોને સારવાર માટે સારવાર કેન્દ્રમાં ભરતી કરવામાં આવી રહ્યા છે.
હેલ્ધી ખોરાક આપવાની જગ્યાએ જંક ફૂડ કુપોષણનું કારણ
નાના બાળકો અને તેમની માતાઓમાં કુપોષણ માટે અનેક કારણ જવાબદાર છે. જેમાં મુખ્ય કારણોમાં ઓછું ભણતર, ફેમિલી પ્લાનિંગ અંગેની સમજણનો અભાવ અને નાની ઉંમરે લગ્ન છે. તેમાં પણ ખાસ કરીને રાજ્યના ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ ઓછું વજનના કેસ વધુ નોંધાયા છે. કૂપોષણનું કારણ પૂરતો હેલ્ધી ખોરાક આપવાની જગ્યાએ બાળક અને માતાઓ જંક ફૂડના પેકેટ ખરીદીને ખાતા હોય છે.
X
Gujarat ranks fifth among malnourished children, 31 per cent underweight in Ahmedabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી