તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગરઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખતાં ગુજરાત કોંગ્રેસનો જીવ અધ્ધર થયો છે. ભાજપ ત્રીજી બેઠક જીતવા હોર્સ ટ્રેડિંગ કરે તેવી ભીતિથી ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યોને જયપુર ખસેડાયા છે. જ્યારે કૉંગ્રેસના બીજા 8થી 10 ધારાસભ્યો આજે સાંજે જયપુર રવાના થશે. આ ધારાસભ્યોને એક જ રિસોર્ટમાં રાખવામાં નહિ આવે, ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યોમાં 4 રિસોર્ટમાં બુકિંગ કરવામાં આવ્યા છે. જેમાં શિવ રિસોર્ટ, બ્યુએના રિસોર્ટ, લક્ષ્મી વિલાસ અને ટ્રી હાઉસ ના નામ છે, કુલ 50 ધારાસભ્યો ને ગુજરાત બહાર રાખશે. તે સિવાયના ધારાસભ્યો વિધાનસભા માં હાજરી આપશે. જયપુરના રિસોર્ટમાં કૉંગ્રેસના ધારાસભ્યોને લોકશાહી અને કૉંગ્રેસ કલ્ચરના અલગ અલગ પાઠ ભણાવવામાં આવશે. આ ઉપરાંત દિલ્હીથી કૉંગ્રેસના અલગ અલગ તજજ્ઞો આવીને વર્કશોપ પણ કરશે. સાથે સાથે ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારની નબળાઈ અને ભાજપના નેતાઓના વલણ અને ચાલથી સાવચેત રહેવાની શિખામણ પણ અપાશે.
શિવ વિલાસ રિસોર્ટમાં ધારાસભ્યોનો ઉતારો
અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાને જયપુર જવા માટે પ્રદેશ કોંગ્રેસ તરફથી સૂચના મળી હતી પરંતુ કોઈ કારણસર તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ન હતા. આ પંદર ધારાસભ્યોને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીની આગેવાની હેઠળ જયપુર લઇ જવાયા છે. આ ઉપરાંત ગાંધીનગરના ધારાસભ્ય સી જે ચાવડા કાર મારફતે જયપુર નિકળ્યા હતા. આ તમામ ધારાસભ્યોને આવકારવા જયપુર એરપોર્ટ પર રાજસ્થાન વિધાનસભાના દંડક આવ્યા હતા અને તેમને દિલ્હી રોડ પર આવેલા શિવ વિલાસ રીસોર્ટ ખાતે રખાશે.
જયપુરમાં કોંગ્રેસી ધારાસભ્યોએ કોરોનાથી પણ સાચવવું પડશે
જયપુરમાં કોરોના વાઈરસના 2 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. આ બંને ઇટાલીના નાગરિક હતા. જયપુર જઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ આ માટે પણ સાવચેતી રાખવી પડશે. ધારાસભ્યોને શક્તિસિંહ અને ભરતસિંહ એમ બે અલગ-અલગ જૂથમાં વહેંચવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યોનું જૂથ ભરતસિંહનું જૂથ છે. એક જૂથ જયપુર ગયું જ્યારે બીજાને ઉદયપુર મોકલવામાં આવે તેવી શક્યતા છે.
3 ધારાસભ્યનો સંપર્ક નથી
મોડી રાતના ડેવલપમેન્ટમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય - અમરીશ ડેર (રાજુલા), પદ્યુમ્નસિંહ જાડેજા (અબડાસા) અને જે. વી. કાકડિયા (ધારી)નો સંપર્ક થઈ શકતો નથી. એવી પણ વાત છે કે આ ત્રણેય ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષને તેમના રાજીનામા આપી દીધા છે પણ ભાસ્કરે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આ અંગે પૂછતાં તેમણે કહ્યું કે તેઓ વડોદરા છે. તેમને આ અંગે કંઈ ખ્યાલ નથી.
આ ધારાસભ્યો જયપુર જવા નીકળ્યાં
1-અજીતસિંહ ચૌહાણ(બાલાસિનોર)
2-રાજેશ ગોહિલ(ધંધુકા)
3-રૂત્વિજ મકવાણા(ચોટીલા)
4-પુનમભાઈ પરમાર(સોજીત્રા)
5-હર્ષદ રિબડીયા(વિસાવદર)
6- બળદેવજી ઠાકોર(કલોલ)
7-ઈન્દ્રજીતસિંહ(મહુધા)
8- લાખાભાઈ ભરવાડ(વિરમગામ)
9- ચંદનજી ઠાકોર(સિદ્ધપુર)
10- નાથાભાઈ પટેલ(ધાનેરા)
11- ચિરાગ કાલરિયા(જામજોધપુર)
12- હિંમતસિંહ પટેલ(બાપુનગર)
13-ગેનીબેન ઠાકોર(વાવ)
14-કાંતિ પરમાર(ઠાસરા)
‘અમે અમારી રીતે જઈ રહ્યાં છીએ, સોમવારે બધા વિધાનસભામાં હાજર થશે’
એરપોર્ટ પર પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપ જે ઈચ્છે છે એ પૂર્ણ નહીં થાય. કોંગ્રેસમાં જ બધા રહેશે. કોંગ્રેસને અમારા પર ભરોસો છે. અમે અમારી રીતે જઈ રહ્યા છીએ. સોમવારે વિધાનસભા છે બધા હાજર રહેશે. કોઈને જવાનું કહેવામાં આવ્યું નથી.
જયપુરમાં કોરોનાથી પણ સાવચેત રહેવું પડશે
કોંગ્રેસ પાસે હાલ વિધાનસભામાં 73 ધારાસભ્ય છે. જેમાંથી 50ને રાજસ્થાન, 15થી 18ને ગુજરાતમાં જ્યારે અન્ય 5 ધારાસભ્યને એક વિશ્વાસુના રિસોર્ટમાં લઈ જવાશે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના જયપુરમાં કોરોના વાઈરસના બે પોઝિટીવ કેસ પણ સામે આવી ચૂક્યા છે. આ બંને ઇટાલીના નાગરિક હતા. જેથી કોરોનાને લઈ કોંગ્રેસના ધારાસભ્યોને સાવચેતી રાખવી પડશે.
ધારાસભ્યોને શક્તિસિંહ અને ભરતસિંહ એમ બે અલગ અલગ જૂથમાં વહેંચ્યા
આ ધારાસભ્યોને શક્તિસિંહ અને ભરતસિંહના એમ અલગ અલગ બે જૂથમાં વહેંચવામાં આવ્યા છે.જેમાંથી એક જૂથ ઉદેપુર અને એક જૂથ જયપુર જશે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યો ભરતસિંહ જૂથનું છે. આ સિવાય 15 કે 18 ધારાસભ્યો વિધાનસભામાં રહેશે.
જ્યારે 5 ધારાસભ્યો તૂટી શકે તેમ હોવાથી વિશ્વાસુના રિસોર્ટમાં લઈ જવાશે
જ્યારે 5 ધારાસભ્યોને ભાજપ આર્થિક લાલચ આપી તોડીને પોતાની સાથે લઈ શકે તેમ હોવાથી કોંગ્રેસના વિશ્વાસુ હોય એવા રિસોર્ટમાં લઈ જવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 2017માં પણ કોંગ્રેસ ધારાસભ્યોને બેંગ્લોરના રિસોર્ટમાં લઈ ગઈ હતી. આ ઉપરાંત કોરોનાને પગલે હાલ ચાલી રહેલું વિધાનસભાનું સત્ર પણ ટૂંકાવી દેવામાં આવે તેવી સંભાવના છે. જે અંગે એક બે દિવસમાં જાહેરાત થઈ શકે છે.
રિસોર્ટમાં એકડા-બગડા ઘૂંટવાના પાઠ ભણાવાશે
જયપુરમાં કોંગ્રેસે તમામ ધારાસભ્યને સુરક્ષિત રાખવાની કવાયત પણ શરૂ કરી દીધી છે. રિસોર્ટમાં ધારાસભ્યોને વફાદારી ઉપરાંત રાજ્યસભાની ચૂંટણીમાં મત આપવા માટે એકડા-બગડા ઘૂંટવાના પાઠ ભણાવવામાં આવશે.
ભાજપે ત્રીજો ઉમેદવાર ઉતારતા રાજકીય ઉથલ પાથલ થવાની શક્યતા
રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે ભાજપ-કોગ્રેસને ફાળે બે-બે બેઠકો આવે એમ છે. જ્યારે 26 માર્ચના રોજ મતદાન યોજાવાનું છે. પરંતુ ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ઉતારતા કોંગ્રેસને હોર્સ ટ્રેડીંગનો ભય સતાવવા લાગ્યો છે. તેમજ રાજકીય ઉથલ પાથલ થવાની શક્યતા છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.