તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગરઃ ગુજરાતમાં 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે(13 માર્ચ) છેલ્લો દિવસ છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ત્રણ ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા અને નરહરિ અમીન અને કોંગ્રેસના બે ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ તથા ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. જો કે આ તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું ચૂકી ગયા હતા. આમ 4 સીટની ચૂંટણી માટે પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.
પૂર્વ મંત્રી સહિત ભાજપના ત્રણ ડમી ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના 3 ઉમેદવારોના સમર્થનમાં ડમી ઉમેદવાર તરીકે પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહ અને અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું.
નરહરિ અમીનને ફોર્મ ભરવામાં મોડું થયું, કોંગ્રેસના ઉમેદવારોએ પહેલા ફોર્મ ભરી દીધા
આ પહેલા ભાજપ-કોંગ્રેસના પાંચેય ઉમેદવારો વિજય મુહૂર્ત 12:39 વાગ્યે ફોર્મ ભરવાના હતા. પરંતુ બન્ને પક્ષના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી શક્યા નહોતા. નરહરિ અમીનનું ફોર્મ મોડું ભરાતા ભાજપના બીજા 2 ઉમેદવારો અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા. ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું ચૂકતા કોંગ્રેસના બન્ને ઉમેદવારો શક્તિસિંહ અને ભરતસિંહ ભાજપના ઉમેદવારોની પહેલા આવીને ફોર્મ ભરી દીધું હતું અને 1: 40 વાગ્યે ફોર્મ ભરીને બહાર આવી ગયા હતા. ત્યાર બાદ 1:56 વાગ્યે ભાજપના ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ત્યાર બાદ ત્રણેયે પોતાના ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પણ હાજર રહ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવારો જ્યારે વિધાનસભામાં ફોર્મ ભરવા આવ્યા ત્યારે ધક્કા મુક્કી થઈ હતી તેમજ પોલીસે કોંગ્રેસના કર્યકારોને અટકાવતા પોલીસ સાથે બોલાચાલી થઈ હતી.
ભાજપના ઉમેદવારોને મોં મીઠું કરાવી ફોર્મ ભરાવ્યું
આ પહેલા ભાજપના કાર્યાલય કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને ઉમેદવારના સમર્થકો એકઠા થયા હતા. તેમજ આ સમયે ત્રણેય ઉમેદવારો પણ ત્યાં હાજર હતા. જ્યાં તેમનું મોં મીઠું કરાવીને ફોર્મ ભરવા માટે લઈ જવામાં આવ્યા છે.
ભાજપ ક્રોસ વોટિંગ કરાવી શકે છે
વિધાનસભાના હાલના સંખ્યાબળને જોતા આ ચૂંટણીમાં ભાજપ એક વધારાની બેઠક ગુમાવી શકે છે, જેથી આ બેઠક જાળવી રાખવા ભાજપ સતત વ્યૂહરચના બદલી રહ્યો છે. 2017ની રાજ્યસભા ચૂંટણી બાદ આ ચૂંટણીમાં પણ રસાકસી થવાની સાથે ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થાય તેવી શક્યતા છે, કેમ કે ભાજપ પોતાની એક બેઠક બચાવવા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા અથવા તો ક્રોસ વોટિંગ કરાવવા પ્રયત્નો કરી શકે છે, જ્યારે કોંગ્રેસ પોતાનાં ધારાસભ્યોને બચાવવા માટેના પ્રયાસોમાં લાગી છે.
રાજ્યસભા ચૂંટણીનું આ છે ગણિત
આ ચારેય બેઠકોની ચૂંટણી એકસાથે થવાની છે, ત્યારે દરેક ઉમેદવારને સરખા પ્રેફરન્સ વોટ જોઇએ. જેના માટે ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઇએ. આમ હાલમાં રાજ્યસભામાં 4 બેઠક ખાલી પડશે. જેમાં એક ઉમેરતા 5 થાય અને હાલ 179 ધારાસભ્યો છે.(ભાજપ 103, કોંગ્રેસ 72, BPT 2, NCP 1, અપક્ષ 1, 3 બેઠક ખાલી છે. ) જેથી તેને 5 વડે ભાગવાથી 35.8 થાય જેમાં એક ઉમેરતા 36.8 જેને પૂર્ણાંક ગણતા 37 મતની જરૂરિયાત રહે. જેથી ત્રણ બેઠક મેળવવા માટે ભાજપને કુલ 111 MLAના મતની જરૂર પડે. પરંતુ ભાજપ પાસે હાલ 103 અને કોંગ્રેસ પાસે 72 ધારાસભ્યો છે. જેથી કોંગ્રેસને બે સીટ જીતવા 74 મતની જરૂર પડશે. આમ કોંગ્રેસને બે મત ખૂટશે, જેની ભરપાઈ અપક્ષ ધારાસભ્ય મેવાણી અને બીટીપીના બે સભ્યોનો સાથ મળતા થઈ શકે છે. જ્યારે ભાજપને ત્રણ બેઠક જીતવા 8 સભ્યોની ઘટ પડી શકે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.