નિર્ણય / ગુજરાતમાં વરસાદે કહેર મચાવ્યો, ખેતીના પાકને ભારે નુકશાન, સર્વે બાદ રાહત-સહાય કરાશે

Gujarat rains cause huge loss of agricultural crops, relief will be provided after survey

  • રાજ્ય સરકારને અનેક વિસ્તારોમાં ખેતીનાં પાકને નુકશાનની રજૂઆત મળી
  • અતિભારે વરસાદના પાણી ખેતરોમાં ભરાતા પાકને ભારે નુકશાન પહોંચ્યું છે
  • વરસાદના વિરામ બાદ પણ કેટલાય વિસ્તારોમાં પાણી હજુ ઓસર્યાં નથી

Divyabhaskar.com

Aug 14, 2019, 12:49 PM IST

અમદાવાદ: ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા એક વર્ષ સુધી પીવાના અને સિંચાઈના પાણી માટેનો જથ્થો એકત્ર થઈ ગયો છે. રાજ્યમાં વરસાદે જમાવટ કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પણ સાથે સાથે અતિભારે વરસાદના કારણે ખેતીને નુકશાન પણ થયું છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં પાકને પણ ભારે નુકશાન પહોંચ્યું છે. આ પરિસ્થિતિઓના સંદર્ભે રાજ્યના કૃષિ વિભાગે ખેતીનાં નુકશાનનો અંદાજ મેળવવા સર્વે કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ સર્વે બાદ જ સહાય અંગે પણ નિર્ણય કરાશે.

રાજકોટમાં મગફળી અને દક્ષિણ ગુજરાતમાં કેળ અને ડાંગરના પાકને નુકશાનની ફરિયાદો
ગુજરાત સહિત દેશભરમાં વરસાદે તબાહી મચાવી છે. દક્ષિણ ગુજરાત, વડોદરા અને સૌરાષ્ટ્રમાં વરસાદી પાણીથી ભારે નુકશાન કર્યું છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા પાકને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. તેવું ખુદ કૃષિ મંત્રી આર.સી ફળદુએ સ્વીકાર્યું છે. રાજકોટના ખેડૂતોએ ફરિયાદ કરી છે કે મગફળીના પાકને ભારે નુકશાન થયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે કેળ અને ડાંગરના પાકને નુકશાન થયું છે.

X
Gujarat rains cause huge loss of agricultural crops, relief will be provided after survey
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી