• Gujarati News
  • National
  • Gujarat Non secretarial Paper Leak Case, Police Inquire M.S. Public School Supervisors Trustees

બિન સચિવાલય પેપરલીક કાંડ, એમ.એસ. સ્કૂલના સુપરવાઈઝરો-ટ્રસ્ટીઓની પૂછપરછ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેપરલીક કેસમાં સંડોવાયેલી એમ.એસ. પબ્લિક સ્કૂલની તસવીર - Divya Bhaskar
પેપરલીક કેસમાં સંડોવાયેલી એમ.એસ. પબ્લિક સ્કૂલની તસવીર
  • આરોપીઓની કોલ ડિટેઈલમાં શંકાસ્પદ નંબર મળ્યા
  • આરોપીઓના વોટ્સએપ-ટેલિગ્રામના ડેટા રિકવર કરવામાં આવશે

અમદાવાદઃ બિન સચિવાલયની પરીક્ષાના પેપરલીક કાંડ મામલે ગાંધીનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે આજે તમામ આરોપીઓને સાથે રાખી જ્યાંથી પેપરલીક થયું હતું એવી દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલમાં તપાસ કરી હતી. પોલીસે આરોપી લખવિંદરસિંગની તેમજ અન્ય આરોપીઓની કોલ ડિટેઈલ્સ કઢાવી છે, જેમાં અનેક લોકોના શંકાસ્પદ નંબર પોલીસને મળી આવ્યા છે. પોલીસે સ્કૂલના ટ્રસ્ટીઓ, પટ્ટાવાળા, 11 સુપરવાઈઝર સહિતના લોકોના નિવેદન નોંધ્યા છે.

યુવરાજસિંહ મોરી, ફેનિલ તેમજ મહાવીર નામના શખ્સોને પણ પેપર મોકલ્યું હતું
આરોપી લખવિંદરસિંગ તેમજ અન્ય લોકોએ આ પેપર વોટ્સએપમાં ફરતા કર્યા હતા. જ્યારે યુવરાજસિંહ મોરી, ફેનિલ તેમજ મહાવીર નામના શખ્સોને પણ પેપર મોકલવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થતા પોલીસે તેઓની શોધખોળ શરૂ કરી છે.

મુખ્ય સૂત્રધાર પ્રવિણદાનને શોધવા પાટણના પંચાસરમાં તપાસ
પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી મુખ્ય સૂત્રધાર પ્રવીણદાન ગઢવીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જેને પગલે પાટણના પંચાસરમાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. આરોપીઓના મોબાઈલમાં રહેલા વોટ્સએપ અને ટેલિગ્રામના ડેટા પણ રિકવર કરવામાં આવશે. જેમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે.