અમદાવાદ / ગુજરાત સરકારે નવા ટ્રાફિક નિયમો જાહેર કર્યા, 16 સપ્ટે.થી અમલ, ગડકરીએ કહ્યું- કોઈ પણ રાજ્ય તેમાં ફેરફાર કરી શકે નહીં

gujarat govt announces new traffic rules, reducing penalties, implement from 16th September
gujarat govt announces new traffic rules, reducing penalties, implement from 16th September
gujarat govt announces new traffic rules, reducing penalties, implement from 16th September

  • જાહેર જગ્યાએ રેસ કરવા પર પહેલીવાર રૂ.5000 અને બીજીવાર રૂ.10,000 દંડ
  • બાઈકમાં ત્રિપલ સવારી પ્રથમવાર  રૂ.100નો દંડ
  • અડચણરૂપ પાર્કિંગ બદલ પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000 દંડ
  • એમ્બ્યુલન્સ અથવા ફાયર ફાઈટર જેવા વાહનને સાઈડ ન આપો તો રૂ.1000 દંડ
  • ડિજીટલ સ્વરૂપે દસ્તાવેજો રજૂ કરવામાં આવે તો  માન્ય ગણાશે

Divyabhaskar.com

Sep 11, 2019, 07:02 AM IST

અમદાવાદઃ કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવશે. આ મામલે ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી ગુજરાતના લોકોને દંડમાંથી લગભગ 50 ટકા જેટલી રાહત આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. આમ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ બનાવેલા નિયમો મુખ્યમંત્રી રૂપાણીએ ફેરવી નાંખ્યા છે. ડિજીટલ સ્વરૂપે દસ્તાવેજો રજૂ કરવામાં આવે તો તે માન્ય ગણાશે. તેમજ દસ્તાવેજો સાથે ન હોય તો 15 દિવસમાં રજૂ કરી શકાશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે કોઇપણ રાજ્ય સરકાર એક્ટની જોગવાઇ કે દંડની રકમમાં ફેરફાર કરી શકે નહીં.

નવા ટ્રાફિક નિયમો મુજબ કયા ગુનામાં કેટલો દંડ જાણવા અહીં ક્લિક કરો

કાયદામાં સુધારો કરવા અને માંડવાળની રકમમાં ઘટાડવાની સત્તા રાજ્ય સરકારોને આપીઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા નિયમો જાહેર કરવા સમયે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, કેન્દ્ર સરકારે નવા કાયદામાં સુધારો વધારો કરવા માટે અને માંડવાળની રકમમાં ઘટાડો કરવાની સત્તા રાજ્ય સરકારોને આપી હતી. અમે રાજ્યની હાઇપાવર કમિટીએ નક્કી કર્યુ છે કે કેટલાક ગુનામાં દંડની રકમમાં ઘટાડો કરવામાં આવશે.

ગડકરીએ કહ્યું- કોઈ પણ રાજ્ય તેમાં ફેરફાર કરી શકે નહીં
બીજી તરફ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે કોઇપણ રાજ્ય સરકાર એક્ટની જોગવાઇ કે દંડની રકમમાં ફેરફાર કરી શકે નહીં. જો કે રૂપાણીએ કહ્યું હતું કે, સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટની કલમ-200 પ્રમાણે રાજ્ય સરકાર પાસે રહેલી સત્તાને આધારે પ્રથમવાર કે બીજીવાર બનતાં હળવા કે ગંભીર ગુનાઓ માટે માંડવાળની રકમ નક્કી કરાઇ છે. સ્થળ પર જ હેડ કોન્સ્ટેબલ કે આસિસ્ટન્ટ વાહન ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી આ રકમ લઇ વાહન ચાલકને જવા દઇ શકે છે.

જૂના કાયદાની સરખામણીમાં નવા કાયદામાં સમતુલા રાખી:રૂપાણી
રૂપાણીએ જાહેરાત વખતે કહ્યું કે રોજબરોજ બનતાં ગુનાઓ માટે માંડવાળ ફી નક્કી કરવા સંવેદનશીલ અભિગમ રાખ્યો છે. ગુજરાત સરકારે જૂના કાયદાની સરખામણીમાં નવા કાયદામાં સમતુલા રાખી છે. પરંતુ નિર્દોષ નાગરિકોની જિંદગી અને જાહેર રોડ સલામતી માટે જોખમી હોય તેવા ગુનાઓ માટે મહત્તમ દંડ કરવાનું જાહેર કરેલ છે. દ્વિચક્રી વાહનોમાં પાછળ બેસનાર વ્યક્તિને હેલમેટ પહેરવામાંથી મુક્તિ આપી છે. બે ઓછી ઉમરના બાળકો સાથેનો પતિ-પત્ની સહિતનો પરિવાર પણ દ્વિચક્રી વાહન પર જતો હોય તો તેને દંડથી મુક્તિ આપવામાં આવી છે. વાહન પર હેન્ડ્સ ફ્રી કે બ્લુટુથ ડિવાઇસથી ફોન પર વાત કરનાર વ્યક્તિને દંડવામાં નહીં આવે.

ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપ દ્વારા દસ્તાવેજો રજૂ કરાવી શકાશે

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આ દંડની રકમ વસૂલવા માટે જ્યારે પોલીસ કે RTO જરૂરી દસ્તાવેજો માંગે ત્યારે પુરા પાડવાના રહેશે. આ દસ્તાવેજો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપના કોઈ પણ માધ્યમથી રજૂ કરી શકાશે. જેમની પાસે આ દસ્તાવેજો ડિજિટલી સાથે હશે તેને પોલીસ કે આર.ટી.ઓ દંડ નહીં કરી શકે.

વિદેશી વાહનો હશે તો પણ સ્પીડના નિયમો સ્થાનિક જ લાગુ પડશે

મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું કે જો તમે હાર્લિ ડેવિડ્સન કે લેમ્બોર્ગિની ચલાવતા હોય તો પણ તમારે સ્થાનિક સ્પીડના નિયમોનું પાલન કરવું પડશે. આ વાહનોમાં તેમના ઉત્પાદક દેશોના રસ્તાઓ અને સ્પીડને ધ્યાનમાં રાખી પાવર આપવામાં આવતો હોય છે પરંતુ આપણાં દેશમાં આ સ્પીડ લાગુ પડતી નથી તેથી આવા હેવી સ્પીડ ધરાવતાં વાહનોના ચાલકોએ પણ તેનો કડક અમલ કરવો પડશે.

કયા ગુનામાં કેટલો દંડ

લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે. તેમજ અડચણરૂપ પાર્કિંગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો મેમો ફાડવામાં આવશે.

16 સપ્ટેમ્બરથી નવા સુધારા મુજબ ચાલકને નિયમો લાગુ પડશે
ડિજીટલ ડોક્યુમેન્ટ બતાવવા છૂટ, હાર્ડ કોપી સાથે નહી હોય તો ચાલશે
રસ્તા પર પૂર ઝડપે બાઈક ચલાવવા સામે સખ્તાઈથી કામ લેવાશે
લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને ચાલક બન્નેને 3000 સુધીનો દંડ
જાહેર જગ્યાએ રેસ કરવા પર પહેલીવાર રૂ.5000 અને બીજીવાર રૂ.10,000 દંડ
હેલ્મેટ ન પહેરનારને 500નો દંડ, Rc બુક અને વીમો ન હોય તો 500નો દંડ, બીજી વખત પકડાયા તો 1000 દંડ
ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા પર 1000ના સ્થાને 500 દંડ કરાયો
સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો 500 દંડ,બાઈક પર થ્રી સીટર પર દંડ રાખ્યો નથી પણ બને તો બે લોકોએ જ વાહન પર સવાર થવું

X
gujarat govt announces new traffic rules, reducing penalties, implement from 16th September
gujarat govt announces new traffic rules, reducing penalties, implement from 16th September
gujarat govt announces new traffic rules, reducing penalties, implement from 16th September
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી