ગુજરાત / સરકારે SGSTના જૂના કેસોમાં વેપારીઓના વ્યાજ અને દંડ માફ કર્યા, GSTમાં રૂ. 258 કરોડની આવક ઘટી

Gujarat government waived the interest and penalties of the traders in the old SGST cases

  • સરકારે સમાધાન યોજના તો જાહેર કરી પણ વેરામાં માફી ન મળતા વેપારીઓ નારાજ
  • છેલ્લા 5 મહિનામાં GSTમાં રૂ. 258 કરોડની આવક ઘટી
  • વેટમાં પણ 373 કરોડની આવકનો ઘટાડો

Divyabhaskar.com

Sep 12, 2019, 04:21 AM IST

અમદાવાદ: રાજ્ય સરકારે આ વખતે બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નીતિન પટેલે વેપારીઓને બાંયધરી આપી હતી કે તેમના જૂના પડતર કેસોના નિકાલ માટે એક સમાધાન યોજના જાહેર કરશે. જેને લઇને રાજ્ય સરકારે અત્યાર સુધી 20 હજારથી વધારે પડતર કેસોના નિકાલ માટે એક મહત્વાકાંક્ષી વ્યાજ અને દંડની માફી યોજના જાહેર કરી છે.

બાકીની 90 ટકા રકમ ફેબ્રુઆરી 2020થી ડિસેમ્બર 2020 સુધી 11 હપતામાં ભરવાની રહેશે
ગુજરાત સરકારે બુધવારે વેરા સમાધાન 2019 યોજના જાહેર કરી છે. જેના અંતર્ગત ગુજરાત વેટ, સેન્ટ્રલ સેલ ટેક્સ એક્ટ,મોટર સ્પ્રીટ એક્સેસન એક્ટ, એન્ટિ ટેક્સ એક્ટ અને સુગરકેન પ્રરચેજ ટેક્સ એક્ટ હેઠળના વેપારીઓ સામે ટેક્સની માંગણીને લઇને સમાધાન યોજના જાહેર કરી છે. આ સ્કીમનો લાભ લેવા ઇચ્છતા વેપારીઓએ 15 સપ્ટેમ્બરથી 15 નવેમ્બર સુધી અરજી કરવાની રહેશે. આ યોજના મુજબ ભરવા પાત્ર થતી રકમનના 10 ટકા રકમ ડાઉન પેમેન્ટ તરીકે 15 જાન્યુઆરી 2020 પહેલા ભરી દેવાની રહેશે. બાકીની 90 ટકા રકમ ફેબ્રુઆરી 2020થી ડિસેમ્બર 2020 સુધી 11 હપતામાં ભરવાની રહેશે. આ સ્કીમમાં બોગસ બિલિંગના કેસોમાં ટેક્સની માંગણી હોય તે લોકોને લાભ નહીં લઇ શકે. કેન્દ્ર સરકારે ટેક્સમાં 70 ટકા જેટલી માફી આપી છે અને મહારાષ્ટ્ર સરકારે વેટની સ્કીમમાં 50 ટકા વેરાની માફી આપી છે. રાજ્ય સરકારે વેરામાં કોઇ માફી ન આપી માત્ર દંડ અને વ્યાજમાં માફી આપતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી.

છેલ્લા 5 મહિનામાં GSTમાં રૂ. 258 કરોડની આવક ઘટી
ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની ગત વર્ષની સરખામણીએ આ વર્ષના છેલ્લા પાંચ મહિના આંકડા જોતા આવકમાં ઘટાડો થયો છે. ગત વર્ષની સરખામણીએ એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન જી એસટીમાં રૂ. 258 કરોડ અને વેટમાં 373 કરોડ મળીને કુલ 631 કરોડનો ઘટાડો થયો છે. સ્ટેટ ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની એપ્રિલથી ઓગસ્ટ મહિનાની આવકમાં રૂ.14642 કરોડ થઇ છે. જ્યારે ગત વર્ષમાં આ જ પાંચ મહિના દરમિયાન 14900 કરોડની આવક થઇ હતી. એટલે કે આવકમાં કોઇ વધારો થવાની જગ્યાએ ઘટાડો થયો છે. કેટની આવક આ પાંચ મહિના દરમિયાન 8827 કરોડ થઇ છે. જ્યારે ગત વર્ષ દરમિયાન રૂ. 9200 કરોડ થઇ હતી. આમ એસજી એસટી અને કેટની રાજ્ય સરકારની કુલ આવકમાં વધારો થવાની જગ્યાએ ઘટાડો થયો છે. જે રાજ્યના ગ્રોથ ધીમો પડ્યો હોય તેવું જણાય છે.

X
Gujarat government waived the interest and penalties of the traders in the old SGST cases
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી