તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Gujarat CM Rupani Said Never Tolerate Corrupted Government Officer

વર્ષોથી સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે CM રૂપાણી અડધી પીચે, કહ્યું-ભ્રષ્ટ અધિકારીઓને છોડીશું નહીં

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી રૂપાણીએ 7 મિનિટનો વીડિયો ફેસબૂક પર શેર કર્યો
  • અમારો કોઈ એજન્ડા નથી, બધું ચલાવવું એવા અમે કાયર નથી
  • ભ્રષ્ટાચારીને પકડીને એને નાથવાનો પ્રયાસ છે

અમદાવાદઃ મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચાર  અંગે આજે ફેસબૂક પર 7 મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે ભ્રષ્ટાચારને નાથવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલા લેવા અને સિસ્ટમમાં સુધારો કરવા ખુલ્લો જંગ માંડ્યો હોવાનો હુંકાર કર્યો છે. આમ મુખ્યમંત્રી સરકારી તંત્રમાં વર્ષોથી ચાલતા ભ્રષ્ટાચાર મામલે અડધી પીચે આવીને રમી રહ્યા છે.

‘ભ્રષ્ટાચારીને પકડીને એને નાથવાનો પ્રયાસ છે’ ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ કહેતા હતા કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. આપણે પણ એ જ રસ્તે ચાલ્યા અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર પર અંકુશ આવે, ભ્રષ્ટ અધિકારીઓ પર પગલા લેવાય અથવા તો સિસ્ટમમાં સુધારો કરીને એને નિયંત્રિત કરાય તે માટે રાજ્ય સરકારે ખુલ્લો જંગ માંડ્યો છે. અમારા કોઈ વ્યક્તિગત એજન્ડા નથી. આપણે એન્ટી કરપ્શનને ખૂબ મજબૂત બનાવ્યું છે અને અને એસીબીના દરોડાનો વ્યાપ વધાર્યો છે. ભ્રષ્ટાચારીને પકડીને એને નાથવાનો પ્રયાસ છે અને બધું ચલાવવું એવા અમે કાયર નથી’

‘ભ્રષ્ટાચારીઓની આવક બંધ થઈ ગઈ’ ‘આપણે મહેસૂલમાં ઓનલાઈન વ્યવસ્થા ઉભી કરી, એનએમાં ખુલ્લા ભ્રષ્ટાચાર હતા, જિલ્લા પંચાયતમાં શું ચાલતું હતું એની તમને અને મને ખબર છે. વારદીઠ ભાવ હતો, ખુલ્લો ભ્રષ્ટાચાર હતો આપણે એ બધા પાવર ખેંચી લીધા. બધું કલેક્ટરમાં ઓનલાઈન કર્યું. ધીમે ધીમે ફેસલેસ વ્યવસ્થા કરવી છે. ખનિજ, રેતીના લિઝ, પથ્થરની લિઝ કે લિગ્નાઈટની લિઝ હોય આપણે તમામ ઓનલાઈ ટેન્ડરિંગ કર્યું છે અને ડ્રોનથી ખનિજ ચોરી પકડીએ છીએ. આરટીઓમાં ચેકપોસ્ટમાં શું ચાલતું હતું આપણને ખબર છે તમામ ચેકપોસ્ટ કાઢી નાંખી. લોકો કહેતા હતા તમારી આવક ઘટી જશે પરંતુ ભ્રષ્ટાચારીઓની આવક બંધ થઈ ગઈ અને આપણી આવકમાં 21 ટકાનો વધારો થયો. આખી વ્યવસ્થા ટ્રાન્સપરન્સી આ આખી વ્યવસ્થાઓ બનાવી આપણે ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડી રહ્યા છીએ. મારી અપેક્ષા છે લોકો સાથ અને સહકાર આપે અને એવી સુંદર વ્યવસ્થા બનાવીએ કે લોકોને લાગે હવે મારી બધી પરેશાની દૂર થઈ ગઈ છે એવી વ્યવસ્થા નિર્માણ કરવી છે’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો