ભાજપ ઉમેદવારોનાં નામ શનિવાર સુધીમાં જાહેર કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાદ્ધના કારણે ઉમેદવારો ફોર્મ ભરતાં ડરે છે

ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભાની છ બેઠકો પરની પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાના પ્રથમ દિવસે કોઇ પણ નામાંકન દાખલ થયું નથી. રાજકીય પક્ષો હાલ શ્રાદ્ધ પક્ષ ચાલતો હોવાથી નામાંકન પ્રક્રિયાથી દૂર રહ્યા છે. 
 

પ્રથમ દિવસે એકપણ નામાંકન ન થયું, સોમવારે નવરાત્રી ચાલતી હોવાથી તે જ દિવસે ફોર્મ ભરાશે
ચૂંટણી પંચે બહાર પાડેલી સૂચનામાં સોમવારે જાહેરનામું પડાયું અને દિવસના અંતે એકેય ઉમેદવાર ફરક્યો નથી. સોમવારે નવરાત્રિ ચાલતી હોવાથી અને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી તે જ દિવસે નામાંકન દાખલ થશે તેવું મોટા પક્ષોના નેતા જણાવી રહ્યાં છે.
 

ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ તમામ છ બેઠકના ઉમેદવારો ફોર્મ ભરી દેશે
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય પાર્લિયામેન્ટ્રી બોર્ડ આ છ બેઠકોના નામ સત્તાવાર રીતે શનિવાર સુધીમાં જાહેર કરી દેશે. આથી નવરાત્રિ શરૂ થાય પછી જ સોમવારે અને ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ તમામ છ બેઠકના ઉમેદવારો ફોર્મ ભરી દેશે. આ જ પ્રમાણેનો વ્યૂહ કોંગ્રેસે પણ અપનાવ્યો છે. જો કે કોંગ્રેસ કાયમની માફક મેન્ડેટ જે-તે ઉમેદવારને પોસ્ટ મારફતે મોકલીને જ છેલ્લા દિવસે ફોર્મ ભરાવશે તેવી વાત પક્ષના સૂત્રોમાંથી જાણવા મળી છે.

મંગળવારે ભાજપના રાજ્ય સંસદીય દળની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સાંજે મળશે. આ બેઠકમાં જ લગભગ ઉમેદવારોને સંલગ્ન નિર્ણય લેવાઇ જશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.