• Gujarati News
  • National
  • Gssb Allot Examination Center To Ms School Which Is Involved In Non secretarial Exam Papers Leak Case

બિન સચિવાલયની પરીક્ષાનું પેપરલીક થયું હતું તે સ્કૂલને જ પરીક્ષા કેન્દ્ર આપ્યું, બાદમાં રદ કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાણીલીમડામાં આવેલી એમ.એસ. પબ્લિક સ્કૂલની તસવીર - Divya Bhaskar
દાણીલીમડામાં આવેલી એમ.એસ. પબ્લિક સ્કૂલની તસવીર

અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળની આજે વધુ એક બેદરકારી બહાર આવી હતી. 
બિન સચિવાલય પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલી દાણીલીમડાની એમ.એસ. સ્કૂલને પરીક્ષા સેન્ટર આપી દીધું છે. ગૌણ સેવા પસંદગી મંડળે 29 ડિસેમ્બરના રોજ અધિક્ષક, કાર્યાલય અધિક્ષકની પરીક્ષા માટે સેન્ટર આપ્યું હતું. 

પરીક્ષા કેન્દ્ર રદ થતા 300 પરીક્ષાર્થીઓ બેસ્ટ સ્કૂલમાં પરીક્ષા આપશે
આમ જે સ્કૂલમાંથી બિન સચિવાલય ક્લાર્ક-3 પરીક્ષાનું પેપર લીક થયું હતું તે જ સ્કૂલને પરીક્ષા કેન્દ્ર ફાળવી દેતા ગૌણ સેવા પસંદગી મંડળ સામે અનેક સવાલો ઉઠ્યા હતા. જો કે બાદમાં આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળે ડીઈઓને પરીક્ષા કેન્દ્ર રદ કરવા આદેશ આપ્યો હતો. જેને પગલે 300 પરીક્ષાર્થીઓ બેસ્ટ સ્કૂલમાં પરીક્ષા આપશે.

અન્ય સમાચારો પણ છે...