ગૂગલે અવકાશ પરથી તસવીર લીધી  / વિશ્વના અતિઆકર્ષક એવા નવા એક હજાર જેટલા લેન્ડસ્કેપમાં સુરેન્દ્રનગરનું કોંઢ ગામ

ગૂગલે અવકાશમાંથી લીધેલી સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામની તસવીર.
ગૂગલે અવકાશમાંથી લીધેલી સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામની તસવીર.

  • કોંઢ ગામના ખડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરી અંદાજે રૂ. 100 કરોડની આવક કરે છે
  • કચ્છ, જામનગર, દ્રારકા અને સુરેન્દ્રનગર જિલ્લાની 10થી વધારે આહલાદક લેન્ડસ્કેપ તસવીરો જારી કરાઇ

Divyabhaskar.com

Feb 15, 2020, 03:28 AM IST
અમદાવાદ: ગૂગલે અવકાશમાંથી લીધેલી વિશ્વના અતિઆકર્ષક એવા નવા એક હજાર જેટલા લેન્ડસ્કેપની વિહંગમ તસવીરો જારી કરી છે. નવા એક હજાર દ્રશ્યો સાથે પૃથ્વી પરના આવા લેન્ડસ્કેપની તસવીરોની સંખ્યા 2500 જેટલી થવા પામી છે. ગૂગલે અવકાશમાંથી લીધેલા પૃથ્વીના સુંદર ફોટોઝને વોલપેપરમાં ઉમેર્યા છે.
11 હજારની વસતીવાળા કોંઢ ફરતે 25 હજાર એકર જમીન
એક હજાર જેટલા નવા લેન્ડસ્કેપમાં સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામ અને તેની ફરતેના વિસ્તારનો સમાવેશ થાય છે. 11 હજારની વસતીવાળા કોંઢ ફરતે 25 હજાર એકર જમીન છે અને અહીના ખડૂતો આધુનિક પદ્ધતિથી મુખ્યત્વે જીરુ, કપાસ, મગફળી, તલ અને બાગાયતી પાકોની ખેતી કરી અંદાજે રૂ. 100 કરોડની આવક કરે છે. ગૂગલના બ્લોગ પોસ્ટ મુજબ, છેલ્લા દાયકાથી એન્ડ્રોઇડ યૂઝર્સે વોલપેપરને ક્રોમકોસ્ટ અને ગૂગલ હોમના સ્ક્રીનશોર્ટ તરીકે ઉપયોગ કર્યો છે. રાજ્યના કચ્છ, જામનગર, દ્રારકા અને સુરેન્દ્રનગર જિલ્લાની 10થી વધારે આહલાદક લેન્ડસ્કેપ તસવીરો જારી કરાઇ છે.
X
ગૂગલે અવકાશમાંથી લીધેલી સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામની તસવીર.ગૂગલે અવકાશમાંથી લીધેલી સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામની તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી