તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં પહેલી વાર સ્ટાર્ટઅપ માટે ગોલ્ડ મેડલ આપવાનું શરૂ કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જીટીયુના કોન્વોકેશનમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત કર્યો હતો. - Divya Bhaskar
જીટીયુના કોન્વોકેશનમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત કર્યો હતો.
 • જીટીયુએ કોન્વોકેશનમાં વિદ્યાર્થીઓને એકેડેમિક સ્ટાર્ટઅપ માટે ગોલ્ડ મેડલ આપવાની શરૂઆત કરી
 • LD એન્જિ.માં કમ્પ્યૂટર સાયન્સમાં 2019ના પાસઆઉટ વિદ્યાર્થી સ્ટાર્ટઅપથી મહિને 6 લાખ કમાય છે

અનિરુદ્ધસિંહ પરમાર, અમદાવાદઃ જીટીયુએ કોન્વોકેશનમાં વિદ્યાર્થીને એકેડેમિક સ્ટાર્ટઅપ માટે ગોલ્ડ મેડલ આપવાની શરૂઆત કરી છે. પહેલી વાર એલડી એન્જિ. કોલેજના કમ્પ્યુટર સાયન્સના 2019માં પાસ થયેલા વિદ્યાર્થી રોશન રાવલને તેમની કંપની વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગ્મેન્ટેશન રિયાલિટી માટે ગોલ્ડ મેડલ અપાયો છે. અભ્યાસની સાથે તેમની કંપનીની રેવન્યુ 5 લાખ કરતાં વધારે છે. જીટીયુએ આ કેટેગેરીમાં એવોર્ડના નોમિનેશન માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજી મગાવી હતી. નેશનલ લેવલની કમિટીએ સ્ટાર્ટઅપ-કંપનીઓનું પ્રેઝન્ટેશન ચેક કરી રોશન રાવલની પસંદગી કરી હતી. કોન્વોકેશનમાં અભ્યાસમાં પહેલો રેન્ક મેળવનારા વિદ્યાર્થીને મેડલ અપાય છે, પરંતુ જીટીયુએ જે વિદ્યાર્થીએ જોબ ન સ્વીકારી અન્ય માટે નોકરી ઊભી કરી છે તેવા વિદ્યાર્થીઓને પણ ગોલ્ડ મેડલ આપવાની શરૂઆત કરી છે.

45 નોમિનેશન થયા હતા
જીટીયુએ પોતાની સાથે જોડાયેલી કોલેજોના એવા વિદ્યાર્થીઓ પાસેથી અરજી મગાવી હતી કે જેઓએ જોબ ન સ્વીકારી, સમાજ ઉપયોગી મુદ્દે કંપની શરૂ કરી હોય. ઉપરાંત અરજી કરનારા વિદ્યાર્થીની કંપનીની રેવન્યુ 6 લાખ કરતાં વધુ હોવી જોઈએ. કોલેજોમાંથી આવેલી અરજીઓમાંથી 45 સ્ટાર્ટઅપને નોમિનેટ કરાયા હતા. ત્યારબાદ જીટીયુના કુલપતિની અધ્યક્ષતામાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની કમિટીએ એવોર્ડ માટે એક સ્ટાર્ટઅપની પસંદ કરી હતી. 

પ્રોજેક્ટની સંખ્યા વધશે તો ગોલ્ડ મેડલ પણ વધશે
જીટીયુનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એકેડેમિક સ્ટાર્ટઅપ માટે મેડલ ફિક્સ કરાયા નથી. જો આવનારા સમયમાં નિયમ પ્રમાણે બંધબેસતા પ્રોજેક્ટની સંખ્યાની વધશે તો ગોલ્ડ મેડલની સંખ્યામાં પણ વધારો કરાશે. દર વર્ષે માત્ર એક જ ગોલ્ડ મેડલ ફિક્સ કરાયો નથી.

ભૂકંપ, આગમાં કેવી રીતે બચવું તેની વર્ચ્યુઅલ રિયાલિટીથી ટ્રેનિંગ આપીએ છીએ
મેં વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગ્મેન્ટેશન રિયાલિટી પર કામ કર્યું છે. જે ભૌતિક રીતે તમારી સામે નથી, તેને વર્ચ્યુઅલ રીતે તમારી સામે ઊભું કરે છે. ધારો કે તમારે ભૂકંપની ટ્રેનિંગ આપવી છે અથવા આગ લાગી હોય ત્યારે શું કરવું તેની ટ્રેનિંગ આપવી છે તો તમે તે પરિસ્થિતી ઊભી નહીં કરી શકો. અમે વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા તેને ઊભી કરીશું. આથી તે સ્થિતિને વધુ સારી રીતે સમજાવી શકાય છે. - રોશન રાવલ, ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો