આર્થિક તંગીથી કંટાળી ઘાટલોડિયાના યુવકે સુરેન્દ્રનગરની હોટેલમાં આપઘાત કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુસાઈડ નોટમાં લખ્યું કે, પૈસાની ટ્રેપમાં ફસાયો, મદદ મળી હોતતો ઊભો થઈ જાત

સુરેન્દ્રનગર: અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા વિશ્વેશ્વર ફલેટમાં રહેતો યુવાન બે દિવસ પહેલા સુરેન્દ્રનગરની હોટેલમાં રોકાયો હતો. સોમવારે સવારે ચેક આઉટનો સમય થવા છતાં તેઓ બહાર ન આવતા હોટલ સ્ટાફે તપાસ કરતા યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.

સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તા પર આવેલી એક હોટલમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વિશ્વેશ્વર ફલેટમાં રહેતા પરીક્ષીતભાઇ ત્રિવેદી બે દિવસ પહેલા આવ્યા હતા. સોમવારે સવારે તેમને ચેક આઉટનો સમય થવા છતાં તેઓ બહાર ન આવતા હોટેલ સ્ટાફે થોડીવાર દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ કોઇ પ્રત્યુત્તર ન મળતા અંતે બીજી ચાવીથી દરવાજો ખોલતા રૂમના પલંગમાં તેમની લાશ પડી હતી. બનાવની જાણ પોલીસને થતા તુરંત દોડી આવી તપાસ કરતા ઝેરી દવા પી યુવાને આત્મહત્યા કર્યાનું બહાર આવ્યુ હતુ.

ભગવાને મારો રોલ અહીં પૂરો કરવાનો કીધું
શિલ્પા, રિદ્ધિ અને મારી જાનકુડી મને માફ કરી દો. શું લખવું એ ખબર નથી પડતી, પણ મેં તમને હંમેશાં ખુશ રાખવાની કોશીશ કરી છે. હજુ પણ રાખી શકત પણ પ્રભુને મંજૂર નથી. પૈસામાં હું ટ્રેપ થઇ ગયો. થોડી મદદ મળી હોત તો ફરીથી ઊભો થઇ જાત, પણ ભગવાને મારો રોલ અહીં પૂરો કરવાનું કીધુ. મારા મિત્રોએ મને મદદ કરી છે. તેમને વિનંતી કે મારા ફેમિલીને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખશો. જય શ્રી કૃષ્ણ(સુસાઇડ નોટ અક્ષરશ:)