તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Gandhinagar Labor And Employment Department Orders Closure Of South Wind Construction Site In Bopal

બોપલની સાઉથ વિન્ડ કન્સ્ટ્રક્શન સાઇટને બંધ કરવા ગાંધીનગર શ્રમ અને રોજગાર વિભાગનો આદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • બે દિવસ પહેલા 13માં માળે કામ કરનાર ત્રણ મજૂરના બીજા માળે પટકાતાં મોત નીપજ્યાં હતા
  • સેફટીની બાંયધરી અને સાધનોની તપાસ નહિ થાય ત્યાં સાઇટ બંધ કરવા આદેશ અપાયો

અમદાવાદ: સાઉથ બોપલમાં આવેલી સાઉથ વિન્ડ કન્સ્ટ્રક્શન સાઇટને બંધ કરવા ગાંધીનગર શ્રમ અને રોજગાર વિભાગે આદેશ આપ્યો છે. બે દિવસ પહેલા 13મા માળે ત્રણ મજૂર સેટિંગ ખોલતા હતા. ત્યારે અચાનક પાલક તૂટી પડતાં 13માં માળેથી ત્રણે મજૂર બીજા માળે પટકાતાં તેમના મોત નીપજ્યાં હતા. મજૂરો પાસે સેફ્ટીના સાધનો ન હતા અને પાલક પણ મજબૂત ન બનાવી હતી. આ ઘટનાની શ્રમ અને રોજગાર વિભાગે ગંભીર નોંધ લઈ જ્યાં સુધી સેફટીની બાંયધરી અને સાધનોની તપાસ નહિ થાય ત્યાં સાઇટ બંધ કરવા આદેશ અપાયો છે.
 
સાઉથ બોપલમાં સાઉથ વિન્ડ નામની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે. વેજલપુર વિસ્તારમાં આવેલા રેલવે ફાટક નજીક આવેલા અંબિકાનગરમાં અમરસિંગ ચંદ્રભાનસિંગ રાજપૂત રહે છે અને સેન્ટિંગ કોન્ટ્રાક્ટનું કામ કરે છે. અમરસિંગના નીચે બીજા 25 માણસો કામ કરે છે. શુક્રવારે સાંજે સાડા છ વાગ્યા આસપાસ ફોરમેન ધર્મેન્દ્ર ગોડ સાઇટ પર કામ કરતા હતા. દરમિયાનમાં એ બ્લોકના 13માં માળે ઓમપ્રકાશસિંગ બનવારીસિંગ સેથવાર (ઉ.26), શ્યામનારાયણ બીજલી ગેડ (ઉ.50) અને અંગદ ચંદ્રેશ્વર રામ (ઉ.20, ત્રણે રહે,સાઉથ વીન્ડની લેબર કોલોની, મૂળ યુપી) પાલક પર ઊભા રહી સેન્ટિંગ ખોલવાનું કામ કરતા હતા. આ સમયે પાલક તૂટી પડતા 13મા માળેથી મજૂરો બીજા માળે પડયા હતા. ત્રણ મજૂરોને હાથે પગે અને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી. સાઇટ પર હાજર લોકોએ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા જ્યા તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે બોપલ પોલીસસ્ટેશન ઘટનાસ્થળે પોહચી હતી. બિલ્ડિંગ સાઇટ પર પાલક મજબૂત બનાવી ન હતી મજૂરોને સેફ્ટીના સાધનો ન હતા છતાં બોપલ પોલીસે બિલ્ડરને બચાવવા માટે ગુનો નોધ્યો ન હતો અને ફક્ત અકસ્માત મોત જ નોંધી છે.