અમદાવાદ / બાપુનગર ચાર રસ્તા પાસે ટોઈંગ વાનના કર્મચારી પર હુમલો, વરદી ફાડી નાખી

Four persons, including father and two sons, attacked on a traffic policeman in ahmedabad

  • માર મારનાર 4 લોકો સામે ગુનો દાખલ

Divyabhaskar.com

Nov 18, 2019, 12:49 AM IST

અમદાવાદ: બાપુનગર ચાર રસ્તા પાસે વાહનોનું ટોઈંગ કરતી ટ્રાફિક વેનના કર્મચારી અને સ્થાનિક રહીશો વચ્ચે શનિવારે તકરાર થઈ હતી, જેમાં પોલીસ કર્મચારીની વરદી ફાડીને તેને માર મારનારા 4 લોકો સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરાઈ છે.
બાઇકચાલક રિક્ષાચાલકને માર મારી રહ્યો હતો, પોલીસ કર્મચારી વચ્ચે પડતા તેને ફટકાર્યો
બાપુનગર વિસ્તારમાં ટ્રાફિકની ટોઈંગ વાન શ‌નિવારે પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે બાપુનગર ચાર રસ્તા પાસે પહોંચતા એક બાઈકચાલક અને રિક્ષાચાલકને માર મારી કરી રહ્યા હતા અને આસપાસ ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
ટોઈંગ વાનમાં બેઠેલા પોલીસ કર્મચારી કિરણકુમારે ત્યાં જઈને બન્નેને ઝઘડતા રોકવા પ્રયાસ કર્યો હતો, જેમાં ટોળામાંથી એક શખસે પોલીસ જ પૈસા લઈને આવા ઝઘડા કરાવતી હોવાનું કહીને ગાળો બોલવા લાગ્યો હતો, કિરણકુમારે ગાળો બોલવાની ના પાડતા તે શખસનો પક્ષ ખેંચીને બીજી ત્રણ ધસી આવ્યા હતા અને કિરણકુમારને પકડીને આ ચારેય ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. તેમજ કિરણકુમારનો ડ્રેસ ફાડીને તેમના હાથમાંથી સોનાની વીંટી પડાવી લીધી હતી. ટ્રોઈગ વાનમાં બેઠેલા બીજા કર્મચારીઓ એ આ ઘટના જોતા કિરણકુમારને બચાવવા દોડી આવ્યા હતા, અને તે 4 શખસોને પકડીને પોલીસના હવાલે કર્યા હતા.
બાપુનગર પોલીસે ટોઈંગ વાનના પોલીસ કર્મી કિરણકુમારની ફરિયાદ નોંધીને જનક કરોડીભાઈ યાદવ, દીપક જનકભાઈ યાદવ, સંતોષ જનકભાઈ યાદવ અને દીપકસિંગ મનોજસિંગ તોમરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

X
Four persons, including father and two sons, attacked on a traffic policeman in ahmedabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી