ચોમાસું / રાજ્યમાં હજુ 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Forecasts of heavy to heavy rainfall still 24 hours, Strong winds, speed reaching 40-50 kmph in southwest & west-central Arabian Sea
Forecasts of heavy to heavy rainfall still 24 hours, Strong winds, speed reaching 40-50 kmph in southwest & west-central Arabian Sea

  • રાજ્યમાં છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ સિઝનનો 116.59 ટકા વરસાદ

Divyabhaskar.com

Sep 11, 2019, 03:35 PM IST

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ સિઝનનો 116.59 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે હજુ 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લે 2013માં રાજ્યમાં 128 ટકા વરસાદ નોંધાયો હતો. મંગળવારે રાજ્યના 31 જિલ્લાના 184 તાલુકામાં સાડા પાંચ ઇંચ સુધી મેઘ મહેર રહી હતી. આ વર્ષે જૂન મહિનાથી શરૂ થતી ચોમાસાની સિઝનથી લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 30 ટકા વધુ વરસાદ પડ્યો છે. વર્ષ 2013 પછી એટલે કે 6 વર્ષ બાદ રાજ્યમાં સામાન્ય કરતાં 30 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે અમદાવાદમાં સિઝનના કુલ વરસાદ કરતાં 4 ટકા વરસાદ ઓછો પડ્યો છે.

ઝોન પ્રમાણે વરસાદ

ઝોન વરસાદ
કચ્છ 142%
દક્ષિણ ગુજરાત 126%
સૌરાષ્ટ્ર 116%
મધ્ય ગુજરાત 107%
ઉત્તર ગુજરાત 93%

ગુજરાતમાં સિઝનનો 38 ઇંચ જેટલો વરસાદ
ઉમરપાડામાં માત્ર 24 કલાકમાં 16 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 38 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 461.3 મીમી સામે 678 મીમી એટલે કે 47 ટકા વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદમાં એવરેજ 634.5 મીમી સામે 607.7 મીમી વરસાદ પડ્યો છે. એટલે કે અમદાવાદમાં 4 ટકા વરસાદની ઘટ છે. મંગ‌ળવારે રાજ્યમાં વરસાદ સબંધિત વિવિધ અકસ્માતોના કારણે 4 લોકોના મોત નિપજ્યાં હતા. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચના નર્મદા નદીની સપાટી 31 ફૂટે આંબી ગઈ હતી. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કાંઠા વિસ્તારના નીચાણવાળા વિસ્તારના 1 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું હતું.

મહિના મુજબ વરસાદ

મહિનો વરસાદ
જૂન 4 ઇંચ
જુલાઈ 9 ઇંચ
ઓગસ્ટ 18 ઇંચ
સપ્ટેમ્બર 7 ઇંચ

100 ટકા કરતા વધુ વરસાદ વાળા 23 જિલ્લામાં અતિવૃષ્ટિના એંધાણ
રાજ્યના 23 જિલ્લામાં 100 કરતા વધુ વરસાદ પડી ચૂક્યો છે. હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી 100 ટકા કરતા વધુ વરસાદ વાળા જિલ્લાઓમાં અતિવૃષ્ટિના એંધાણ વર્તાઈ રહ્યાં છે. 100 ટકા કરતા વધુ વરસાદ પડેલા જિલ્લાઓમાં ભરૂચ-155 ટકા, ડાંગ-126 ટકા, વલસાડ-125 ટકા, નવસારી-117 ટકા, બોટાદ-152 ટકા, ભાવનગર-115 ટકા, અમરેલી-109 ટકા, જૂનાગઢ-116 ટકા, દાહોદ-82 ટકા, પંચમહાલ-120 ટકા, છોટાઉદેપુર-149 ટકા, કચ્છ-142 ટકા, ખેડા-109 ટકા, આણંદ-113 ટકા, વડોદરા-111 ટકા, સુરેન્દ્રનગર-122 ટકા, રાજકોટ-115 ટકા, મોરબી-137 ટકા, જામનગર-140 ટકા, દ્વારકા-104 ટકા, નર્મદા-135 ટકા, તાપી-113 ટકા અને સુરતમાં 132 ટકા વરસાદ પડ્યો છે.

અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં સપ્ટેમ્બરમાં એક જ દિવસે સૌથી વધુ વરસાદ

વર્ષ વરસાદ
4 સપ્ટેમ્બર 2012 2.12 ઇંચ
25 સપ્ટેમ્બર2013 3.18 ઇંચ
9 સપ્ટેમ્બર 2014 3.58 ઇંચ
19 સપ્ટેમ્બર 2015 2.27 ઇંચ
10 સપ્ટેમ્બર 2019 3.39 ઇંચ
X
Forecasts of heavy to heavy rainfall still 24 hours, Strong winds, speed reaching 40-50 kmph in southwest & west-central Arabian Sea
Forecasts of heavy to heavy rainfall still 24 hours, Strong winds, speed reaching 40-50 kmph in southwest & west-central Arabian Sea
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી