તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

VRSના લાભ માટે પૂર્વ IPS રજનીશ રાયની HCમા રિટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રજનીશ રાય, પૂર્વ IPS ઓફિસર - Divya Bhaskar
રજનીશ રાય, પૂર્વ IPS ઓફિસર
  • સરકારે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી ન હતી
  • કેન્દ્રને જવાબ રજૂ કરવા હાઇકોર્ટનું અલ્ટિમેટમ

અમદાવાદ: પૂર્વ આઇપીએસ રજનીશ રાયે ગયા વર્ષે લીધેલી સ્વૈચ્છિક નિવૃત્તિને સ્વીકારવા સરકારે ઇન્કાર કરીને તેમને સસ્પેન્ડ કરવા લીધેલા નિર્ણયને રજનીશ રાયે હાઇકોર્ટમાં પડકાર્યો છે. જેની સુનાવણી જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટ સમક્ષ હાથ ધરાતા કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે અને સાથે ટકોર કરી છે કે છેલ્લી વખત સરકારને જવાબ રજૂ કરવા તક આપવામાં આવે છે. હવે પછી કોર્ટ હુકમ કરી શકે છે. આ અંગે વધુ સુનાવણી 26 જૂને હાથ ધરાશે.

સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં
રજનીશ રાયે કરેલી અરજીમાં એવી રજૂઆત કરી છે કે તેમણે ગયા વર્ષે સ્વૈચ્છિક નિવૃતિ લીધી ત્યારબાદથી સરકાર તેમના પર કિન્નાખોરી રાખીને તેમને સસ્પેન્ડ કરવા સુધીના નિર્ણય લઇ રહી છે.સરકારે તેમના નિવૃત્તિના લાભો પણ અટકાવી રાખ્યા છે. સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી તે તેમનો અધિકાર છે તેમા સરકાર હસ્તક્ષેપ કરી શકે નહી.

કેન્દ્રે કેટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો
રજનીશ રાયે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુનલમાં નિવૃતિના લાભો અંગે પિટિશન કરી હતી. કેટે કેન્દ્રને નોટિસ પાઠવી હતી. પરંતુ કેન્દ્રે રજનીશ રાય સામે ચાર્જશીટ કરી હતી. કેટે રાય સામે કોઇ પગલાં નહીં લેવા આદેશ કર્યો હતો જેને કેન્દ્ર સરકારે હાઇકોર્ટમાં પડકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...