ચૂકાદો / આગળ જતાં વાહનની બ્રેકથી અકસ્માત સર્જાય તો બંને વાહનચાલકો સરખા જવાબદાર: ગુજરાત હાઈકોર્ટ

first vehicle break makes accident than behind vehicle than both responsible gujarat hc judgement

ચાણસ્મા મહેસાણા હાઈવે પર 2002માં થયેલા એક અકસ્માત પર ચૂકાદો આપ્યો

Divyabhaskar.com

Jul 12, 2019, 02:49 PM IST

અમદાવાદઃ રાજ્યભરમાં માર્ગ અકસ્માતના કિસ્સામાં અનેક વાર સામે આવે છે. તેમાં પણ સ્પીડમાં આગળ જતાં વાહનનો ચાલક એકદમ બ્રેક મારી દે તો પાછળનું વાહન તેને ટકરાઈ જાય છે. આગળ જનાર વાહનની બ્રેકને પગલે સંખ્યાબંધ અકસ્માત નિવડતા હોય છે. ત્યારે તેમાં જવાબદારી કોની તે મોટો સવાલ બનતો હોય છે. ત્યારે 2002માં ચાણસ્મા મહેસાણા હાઈવે પર બનેલા અકસ્માતના એક બનાવમાં ગુજરાત હાઈકોર્ટે બંને વાહનચાલકોની જવાબદારી સરખી ગણાવી હતી.
તાજેતરમાં જ ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, આગળના વાહનનો ડ્રાઈવર અચાનક બ્રેક મારે અને પાછળનું વાહન તેને અથડાય તો બંને વાહનના ડ્રાઈવર એકસરખી રીતે જવાબદાર ગણવામાં આવશે.
બ્રેક મારનાર ડ્રાઈવર સો ટકા જવાબદાર નહીં
મહેસાણા-ચાણસ્મા હાઈવે પર જૂન 2002 થયેલા અકસ્માતનો એક કેસ ગુજરાત હાઈકોર્ટમાં આવ્યો હતો. હાઈકોર્ટે તેને અનુલક્ષીને જણાવ્યું કે જે ડ્રાઈવરે અચાનક બ્રેક મારી તેને સો ટકા જવાબદાર ગણી શકાય નહીં. 2002ના અકસ્માતમાં એક ટ્રેલર અચાનક ઊભું રહી જતાં અને તેની પાછળ પૂરપાટ આવતી ટ્રક તેમાં ઘુસી ગઈ હતી.
MACTમાં ટ્રેલરના ડ્રાઈવરને જવાબદાર ઠેરવાયો હતો
ટ્રક ડ્રાઈવર વિનોદ ચૌહાણે કહ્યું કે અકસ્માતમાં તેને, ક્લિનરને અને યાત્રીઓને ઈજા થઈ હતી. જેને લઈને તેણે ટ્રેલરના માલિક અને ઈન્શ્યોરર પાસે વળતરની માંગ કરી હતી. 2005માં મહેસાણાની મોટર એક્સિડેન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલે (MACT) ટ્રેલરના ડ્રાઈવરને સો ટકા દોષી ઠેરવીને ઈન્શ્યોરરને ટ્રક ડ્રાઈવરને 5 લાખ અને ક્લીનરને 3 લાખ રૂપિયા આપવાનો હુકમ કર્યો હતો.
ટ્રેલરના ચાલકે ટ્રકે અંતર પૂરતું ન હોવાનું કહ્યું હતું
ટ્રેલરના માલિક અને ઈન્શ્યોરરે MACTના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પોતાનો પક્ષ રજૂ કરી તેણે જણાવ્યું હતું કે, ટ્રકના ડ્રાઈવરે અકસ્માત ટાળવા માટે ટ્રેલરથી સુરક્ષિત અંતર રાખ્યું ન હતું. રોડ રેગ્યુલેશનના નિયમમો ટાંકીનો જણાવ્યું કે ડ્રાઈવરે આગળના વાહનથી પૂરતુ અંતર રાખવું જોઈએ.
ટ્રકમાં પેસેન્જર હોવાનું કહ્યું પણ ખોટું પુરવાર થયું
જજ બીએન કાર્યાએ પુરાવા તપાસતા માલૂમ પડ્યું હતું કે, ટ્રક ડ્રાઈવરે ખોટું સ્ટેટમેન્ટ આપ્યું હતું. ટ્રકમાં કોઈ પેસેન્જર સવાર ન હતો. MACTએ ટ્રેલરના ડ્રાઈવરને વિટનેસ બોક્સમાં હાજર ન રહ્યો હોવાથી તેની વિરુદ્ઘ ચૂકાદો આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે આમાં ટ્રેલર ડ્રાઈવરનો પૂરેપૂરો વાંક ગણી શકાય નહીં. ટ્રક ટ્રેલરની પાછળ આવતી હતી. આથી ટ્રેલર ડ્રાઈવર જેટલો જ જવાબદાર છે.

X
first vehicle break makes accident than behind vehicle than both responsible gujarat hc judgement
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી