અમદાવાદ / સિવિલના કેન્સર વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા દોડધામ

Fire broke out in Ahmedabad Civil Hospital's Cancer Department

  • દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા 

Divyabhaskar.com

Sep 12, 2019, 04:21 AM IST

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં કેન્સર હોસ્પિટલ ખાતે શોર્ટ સર્કિટને કારણે આજે મોડી સાંજે આગ લાગી હતી. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડ પહોંચી હતી. જોકે ધુમાડાને કારણે આ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને આસપાસના વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. કેન્સર હોસ્પિટલમાં આજે મોડી સાંજે શોર્ટ સર્કિટને કારણે થયેલા સ્પાર્ક બાદ ત્યાં પડેલા સોફાસેટમાં આગ પકડાઇ હતા. તેને કારણે ઘુમાડો ફેલાઇ ગયો હતો.

આગના ઘટનાને કારણે કેન્સર હોસ્પિટલમાં ફફડાટ વ્યાપ્યો હતો. જોકે તે સ્થળ પર કોઇ હાજર નહી હોવાથી કોઇ જાનહાનિ થઇ ન હતી. બીજી તરફ તકેદારીના ભાગરૂપે કેન્સર હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓએ આવી હતી. જોકે તે પહેલા આગ ઠારી દેવામાં આવી હતી.

X
Fire broke out in Ahmedabad Civil Hospital's Cancer Department
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી