તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુલમહોર મોલમાં આગ, અફરાતફરી થતાં 500 લોકોને બહાર કાઢી મોલ ખાલી કરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુલમહોર મોલની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગુલમહોર મોલની ફાઇલ તસવીર.
  • ત્રીજા માળે ફાસ્ટ ફૂડના કિચનમાં આગ લાગી હતી, અડધો કલાકે કાબૂમાં લેવાઈ
  • આગ પર કાબૂ ન મેળવ્યો હોત તો આર્ટિફિશિયલ સજાવટને કારણે મોટી દુર્ઘટના બની હોત

અમદાવાદ: સેટેલાઈટના ગુલમહોર મોલના ત્રીજા માળે આવેલા ફાસ્ટફૂડ સેન્ટરના કિચનમાં ગેસની પાઇપલાઈનમાં શુક્રવારે મોડી સાંજે આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. 500થી વધુ લોકોને મોલની બહાર ખસેડી દઈ આખો મોલ ખાલી કરી દેવાયો હતો.
બીજી તરફ સમયસર પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે આગનો ધુમાડો મોલમાં ફેલાય તે પહેલા જ તેની પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ જો આગ કાબૂમાં ન આવી હોત તો મોલમાં કરવામાં આવેલી આર્ટિફિશિયલ સજાવટને કારણે મોટી દુર્ઘટના બની હોત તેવું ફાયરના અધિકારીનું કહેવું છે. ફાયરબ્રિગેડના અભિપ્રાયને આધારે મોલમાં ઊભી કરેલી તમામ સજાવટ દૂર કરવામાં આવશે તેવું અધિકારી સૂત્રોનું કહેવું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો