તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Fierce Opposition Of The Central Government's Draft Of E pharmacy Largely To Be Launched

ઈ-ફાર્મસી મોટાપાયે શરૂ કરવાનાં કેન્દ્ર સરકારના ડ્રાફ્ટનો ઉગ્ર વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત ફાર્મસી કાઉન્સિલની બેઠકમાં નવો એક્શન પ્લાન ઘડાયો
  • દવાની જાણકારી ન હોવાથી દર્દીઓમાં જીવનું જોખમ વધવાની રજૂઆત

અમદાવાદ: કેન્દ્ર સરકારે ઈ-ફાર્મસીઓ મોટાપાયે શરૂ કરવા માટે નીતિનિયમો ઘડી કાઢવા સૂચિત ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટ લોકો અને મેડિકલ સ્ટોર બંને માટે એક ખતરાની ઘંટડી સમાન છે. આ ડ્રાફ્ટ સામે ઉગ્ર વિરોધ દર્શાવવા રવિવારે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે એક્શન પ્લાન ઘડાયો હોવાનું જાણવા મળ્યું છે.

દેશભરના 50 લાખ લોકોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય
દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત ફાર્મસી કાઉન્સિલ તરફથી આપવામાં આવેલા પ્રેઝન્ટેશનના મુખ્ય મુદ્દાઓ વિશે બેઠકમાં વિગતવાર ચર્ચા કરાઇ હતી, જેમાં ઓનલાઇન ફાર્મસીને મંજૂરી આપવાથી વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થશે  તેમજ દવાઓના ઓનલાઈન વેચાણથી દર્દીઓ જાતે જ પોતાની દવાઓ લેતા થશે જેને સેલ્ફ-મેડિકેશન કહેવાય છે તેનું પ્રમાણ વધશે. દવાની અસરોની જાણકારી ન હોવાથી દવાઓની આડઅસરોનું પ્રમાણ વધશે. ઉપરાંત દેશભરના 50 લાખ લોકોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય છે.

અન્ય સમાચારો પણ છે...