તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ડર, રાજ્યમાં નોનવેજના વેચાણમાં ઘટાડો, ચિકનના ભાવ પ્રતિ કિલો રૂ.150થી ઘટી રૂ.30 થયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • છૂટક કાચા ઈંડાનો ભાવ રૂ.6થી ઘટીને રૂ.3 થયો
 • ઈંડા અને મટનનું વેચાણ પણ 50 ટકાથી વધુ ઘટી ગયું

અમદાવાદઃ વિશ્વભરમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે, અને 5 હજારથી વધુ લોકોના મોત થઈ ગયા છે. તેમજ દેશમાં કોરોનાવાઈરસના 81 કેસ સામે આવ્યા છે. કોરોના વાઈરસને પગલે ચીને પહેલા લોકોને માંસ ન ખાવાની સલાહ આપી હતી. હાલ ગુજરાતમાં પણ લોકોમાં કોરોનાનો ડર પેસી ગયો હોવાથી રાજ્યના નોનવેજ માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ લોકો નોનવેજ ખાવાથી દૂર રહેવા લાગ્યા છે. જેને કારણે સામાન્ય દિવસે પ્રતિ કિલો રૂ. 150ના ભાવે વેચાતા ચિકનનો ભાવ અત્યારે 40 પર પહોંચી ગયો છે. આમ છતાં ચિકન કે મટનનો કોઈ ભાવ પણ પૂછતું નથી. કોઈ પાસે ચિકનમાં વાઈરસના જીવાણું છે કે નહીં તેની તપાસ કરવાના સાધનો ન હોવાથી લોકો તેનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. હાલ વડોદરામાં ચિકનનો ભાવ પ્રતિ કિલો રૂ. 35, અમદાવાદમાં રૂ. 40, રાજકોટ રૂ.30 અને સુરતમાં રૂ. 35 થઈ ગયો છે.

ગ્રાહકોમાં 75 ટકાનો ઘટાડો, ઈંડા ખરીદતા પણ લોકો ડરે છે
આ અંગે અમદાવાદના ચિકનના વેપારી આફતાબ કુરેશીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલ ઘરાકી 75 ટકા ઘટીને 25 ટકા થઈ ગઈ છે. જ્યારે મટનનું વેચાણ પણ 50 ટકાથી વધુ ઘટી ગયું છે. માત્ર એટલું જ નહીં લોકો ઈંડા ખરીદતા પણ ડરવા લાગ્યા છે. ઈંડાના વેચાણમાં પણ 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. છૂટક કાચા ઈંડાનો ભાવ રૂ.6 હતો જે ઘટીને રૂ.3 આસપાસ થઈ ગયો છે. ઈંડાથી પણ કોરોના વાઈરસ ફેલાતો હોવાનો લોકોમાં ભય ફેલાયો છે.

પોલ્ટ્રી ફાર્મ ઉદ્યોગમાં મંદી
અગાઉ બર્ડ ફ્લૂના કારણે સ્થાનિક પોલ્ટ્રીફાર્મો ભારે મંદી જોવા મળી હતી. હવે કોરોના વાઈરસના પગલે મોટાભાગના લોકો ચિકન ખાવાનું ટાળી રહ્યાં છે. બાળકોને પણ તેનાથી દૂર રાખી રહ્યાં છે, આ સ્થિતિમાં ચિકનના ભાવ સાવ ગગડી ગયા છે. જેને કારણે હોલસેલર કે રિટેલર બંને વેપારીઓના ધંધાને વ્યાપક અસર પહોંચી છે. આમ પણ કોરોના વાઈરસની ખબર વહેતી થઈ હતી ત્યારથી જ આ ધંધા પર અસર પડી ચૂકી હતી, પરંતુ ભારતમાં કોરોના કેસો એકદમ દેખાઈ રહ્યાં છે તે સમાચારોના પગલે પોલ્ટ્રીફાર્મ ઉદ્યોગમાં કડાકો બોલી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો