શોધખોળ / FBIની ટોપ-10 મોસ્ટ વોન્ટેડ યાદીમાં ગુજરાતના વિરમગામનો ભદ્રેશ પટેલ, USમાં પત્નીની હત્યા કરી હતી

FBI Top 10 Most Wanted Bhadresh Chetan Patel
ભદ્રેશ પટેલે તેની પત્ની પલકની અમેરિકામાં હત્યા કરી હતી
ભદ્રેશ પટેલે તેની પત્ની પલકની અમેરિકામાં હત્યા કરી હતી
FBI ટોપ ટેન મોસ્ટ વોન્ટેડની લિસ્ટમાં ગુજરાતના ભદ્રેશ પટેલનું નામ
FBI ટોપ ટેન મોસ્ટ વોન્ટેડની લિસ્ટમાં ગુજરાતના ભદ્રેશ પટેલનું નામ
હત્યા પહેલા પલક છેલ્લી વખત ડન્કિન ડોન્ટ્સ સ્ટોરના સીસીટીવીમાં દેખાઈ હતી
હત્યા પહેલા પલક છેલ્લી વખત ડન્કિન ડોન્ટ્સ સ્ટોરના સીસીટીવીમાં દેખાઈ હતી

  • મૂળ વિરમગામ કાંત્રોડી ગામનો ભદ્રેશ ચેતન પટેલ 2015માં મેરિલેન્ડ ખાતે પત્નીની હત્યા કરી ફરાર 
  • ડોનટ સ્ટોરમાં સાથે નોકરી કરતી પત્નીને રહેંસી ફરાર થયેલો ભદ્રેશ તેના એપાર્ટમેન્ટ પર ગયો હતો

Divyabhaskar.com

Oct 20, 2019, 03:44 PM IST

અમદાવાદ/ન્યૂયોર્ક: અમેરિકન સુરક્ષા એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને (FBI) અમેરિકામાં સંગીન ગુનામાં ફરાર હોય તેવા ટોપ 10 મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં એક ગુજરાતી પણ સામેલ છે. ખૂન-હિંસક હુમલા જેવા અતિ ગંભીર ગુનાઓ માટે અમેરિકામાં મોસ્ટ વોન્ટેડ એવા આ ગુજરાતી શખ્સનું નામ ભદ્રેશ ચેતનભાઈ પટેલ છે જે મૂળ વિરમગામના કાંત્રોડી ગામનો રહેવાસી છે. FBIની વેબસાઈટ પર મૂકાયેલી યાદી મુજબ ભદ્રેશ 2015ની સાલમાં મેરિલેન્ડ રાજ્યના હેનોવર શહેરમાં તેની પત્નીની બેરહમીથી હત્યા કરીને ફરાર થયો હતો.

ધર્મેશની માહિતી માટે FBI કોન્ટેક્ટ નંબર શેર કર્યો
FBI દ્વારા જાહેર કરાયેલી મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં 2017માં ભદ્રેશ ચેતનભાઈ પટેલનું નામ પહેલીવાર સામેલ કરવામાં આવ્યું હતું. છેલ્લા 4 વર્ષથી ફરાર ભદ્રેશને એફબીઆઈ દુનિયાભરમાં શોધી રહી છે. ભદ્રેશને પકડાવનાર અથવા તેની ધરપકડ સુધી દોરી જાય તેવી વિગત એફબીઆઈને તેના કોન્ટેક્ટ સેન્ટર નંબર 1-800-CALL-FBI (225-5324) પર કોલ કરીને અથવા https://www.fbi.gov/tips પર ક્લિક કરીને આપનારને 1 લાખ ડોલર (આશરે રૂ. 71 લાખ)નું ઈનામ જાહેર કર્યું છે. તપાસ અધિકારી કેલી હાર્ડિંગ મુજબ ભદ્રેશે તેની પત્ની પલકની નિર્મમ હત્યા કરી હતી. એટલે તેઓ હત્યારા ભદ્રેશની શોધખોળ કરી રહ્યાં છે.

ડોનટ શોપમાં સાથે કામ કરતા ભદ્રેશે છરી વડે પત્નિની હત્યા કરી હતી
FBI મુજબ ભદ્રેશ અને તેની પત્ની મેરિલેન્ડ રાજ્યના હેનોવર શહેરમાં ડન્કિન ડોનટ્સની શોપમાં સાથે નોકરી કરતા હતા. વર્ષ 2015ની 12 એપ્રિલના રોજ બંને વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર દલીલ થતાં ભદ્રેશે બેરહમીપૂર્વક તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારી તેની પત્ની પલકની હત્યા કરી હતી. ઘટનાક્રમ મુજબ ભદ્રેશ અને તેની પત્ની સ્ટોરમાં નાઈટ શિફ્ટમાં કામ કરી રહ્યાં હતા. સ્ટોરના સીસીટીવી ફૂટેજના આધારે ભદ્રેશ અને પલક રૈક પાછળ ગાયબ થતા પહેલા બંને એક સાથે ચાલી રહ્યાં હતા. થોડીક જ વારમાં ભદ્રેશ બીજી વાર દેખાય છે પણ એકલો. ભદ્રેશે છરીના ઘા મારીને વડે પલકની નિર્મમ હત્યા કરી હતી. ત્યારબાદ તે સ્ટોરમાંથી ફરાર થઈને તેના એપોર્ટમેન્ટ પર ગયો હતો.

એકથી બીજી જગ્યાએ નાસતો ફરતો ભદ્રેશ છેલ્લે નેવાર્કમાં દેખાયો હતો
12 એપ્રિલ 2015ના રોજ પલકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પત્નીની હત્યા કર્યા બાદ ભદ્રેશ એપાર્ટમેન્ટમાંથી પોતાની અગત્યની વસ્તુઓ લઈને નેવાર્ક એરપોર્ટ પાસે હોટલ પર ગયો હતો. ત્યારંથી FBI ભદ્રેશને શોધી રહી છે. ભદ્રેશ એક જગ્યાથી બીજી જગ્યાએ નાસતો ફરી રહ્યો હતો ત્યારથી તેનું નામ FBIની ટોપ 10 મોસ્ટ વોન્ટેડની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે.

મેરિલેન્ડની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ભદ્રેશ સામે એરેસ્ટ વોરન્ટ જારી કર્યું છે
પત્નીની ઘાતકી હત્યા કરીને ફરાર થયેલા મૂળ વિરમગામના ભદ્રેશ પટેલ સામે મેરિલેન્ડ રાજ્યની ડિસ્ટ્રિક્ટ કોર્ટે 13 એપ્રિલ, 2015ના રોજ ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું. તેની પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર, સેકન્ડ ડિગ્રી મર્ડર, ફર્સ્ટ ડિગ્રી એસોલ્ટ (હુમલા), સેકન્ડ ડિગ્રી એસોલ્ટ, બીજાને ઈજા પહોંચાડવાના ઈરાદે ઘાતકી હથિયાર રાખવા સહિતના ગુના દાખલ કરાયા છે.

ભદ્રેશના ગુનાની વધુ વિગતો જોવા અહીં ક્લિક કરો

એફબીઆઈના ટોપ-10 મોસ્ટ વોન્ટેડ ગુનેગારો

1.સાન્ટિયાગો વિલાલ્બા મેડેરોસ- અમેરિકન
2.રાફાયેલ કારો-ક્વિન્ટેરો-મેક્સિકન
3. રોબર્ટ વિલિયમ ફિશર- અમેરિકન
4. ભદ્રેશ ચેતનભાઈ પટેલ ભારતીય
5. આર્નોલ્ડો જીમીએનેઝ અમેરિકન
6. અલજાન્ડ્રો રોઝાલેઝ અમેરિકન
7. યાસર અબ્દુલ સઈજ ઈજિપ્શિયન
8. જેસન ડેરેક બ્રાઉન અમેરિકન
9. એલેક્સીસ ફ્લોરેઝ હોન્ડુરાસ
10. ઈગ્વેન પાલ્મર અમેરિકન

X
FBI Top 10 Most Wanted Bhadresh Chetan Patel
ભદ્રેશ પટેલે તેની પત્ની પલકની અમેરિકામાં હત્યા કરી હતીભદ્રેશ પટેલે તેની પત્ની પલકની અમેરિકામાં હત્યા કરી હતી
FBI ટોપ ટેન મોસ્ટ વોન્ટેડની લિસ્ટમાં ગુજરાતના ભદ્રેશ પટેલનું નામFBI ટોપ ટેન મોસ્ટ વોન્ટેડની લિસ્ટમાં ગુજરાતના ભદ્રેશ પટેલનું નામ
હત્યા પહેલા પલક છેલ્લી વખત ડન્કિન ડોન્ટ્સ સ્ટોરના સીસીટીવીમાં દેખાઈ હતીહત્યા પહેલા પલક છેલ્લી વખત ડન્કિન ડોન્ટ્સ સ્ટોરના સીસીટીવીમાં દેખાઈ હતી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી