તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Family Of Girl Who Run Away With Lover Beaten By Husband And Parents In Ahmedabad In Court Ground

પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતી કોર્ટમાં છૂટાછેડા લેવા આવતા સાસરી-પિયર પક્ષના લોકોએ માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘી કાંટાનો મેટ્રો કોર્ટમાં બનેલો બનાવ
  • લગ્નના 8 મહિના બાદ યુવતી પ્રેમી સાથે નાસી ગઈ

અમદાવાદ: કોર્ટ સંકુલમાં મોટાભાગે છૂટાછેડાના કેસમાં સાસરી અને પિયર પક્ષ વચ્ચે બોલાચાલી અને મારામારીના બનાવો બને છે પરંતુ અમદાવાદની મેટ્રો કોર્ટમાં સાસરી અને પિયર પક્ષના લોકોએ ભેગા થઈ અને યુવતીને ઢોર માર માર્યો હતો. સંકુલમાં હાજર વકીલો અને પોલીસે તેમને છોડાવી હતી. યુવતી લગ્નના 7 મહિનામાં જ પ્રેમી સાથે ભાગી ગઈ હતી. છૂટાછેડા માટે કોર્ટમાં આવતા બંને પક્ષોએ તેને માર માર્યો હતો.

ચાંદખેડાના યુવક સાથે લગ્ન થયા હતા
બહેરામપુરાની સુવર્ણરેખા સોસાયટીમાં રહેતી નિધિ સોલંકી (ઉ.વ.24)નામની યુવતીના રીત રિવાજ મુજબ ચાંદખેડામાં રહેતા આશુતોષ સાથે ફેબ્રુઆરી 2019માં લગ્ન થયા હતા. ગત અઠવાડિયે નિધિ તેના પ્રેમી અમન ડાંગર સાથે ફરાર થઈ ગઈ હતી.

બંને પક્ષો સામે ગુનો નોધાયો
ઘરની દીકરી અને વહુ પ્રેમી સાથે નાસી જતા પિયર પક્ષ અને સાસરી પક્ષે બંનેના છૂટાછેડાનું નક્કી કરી નિધિનો સંપર્ક કર્યો હતો અને છૂટાછેડા લેવા ઘી કાંટા મેટ્રો કોર્ટમાં આવવા કહ્યું હતું. ગુરુવારે નિધિ અને અમન કોર્ટ પાસે આવ્યા હતા ત્યારે મારા પિયર અને સાસરીવાળા તને મારશે એમ કહી નિધિએ અમનને પરત મોકલી દીધો હતો. કોર્ટના ગેટ પાસે નિધિ ઊભી હતી ત્યારે તેના કાકા, કાકી, બે પિતરાઈ ભાઈ અને સાસરી પક્ષના બે લોકોએ નિધિને પકડી માર માર્યો હતો. કોર્ટમાં હાજર વકીલોએ છોડાવી હતી. કારંજ પોલીસે આ મામલે બંને પક્ષના લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.