તપાસ / અમદાવાદના નામે ઓરિસ્સાનો લારીમાં તોડફોડનો વીડિયો વાઇરલ થયો, ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ

fake viral video chapter, ahmedabad crime brunch caught one man

  • ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હોવાથી આવો વીડિયો વાઈરલ કર્યો હોવાની ચર્ચા
  • ક્રાઈમ બ્રાન્ચે અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

Divyabhaskar.com

Feb 15, 2020, 02:27 PM IST

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લેવાના છે. જેને લઈ સરકારી તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં જેસીબી મશીનથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. લારીઓમાં તોડફોડ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હોવાથી તોડફોડ કરી ગરીબો પર જુલમ કરવામાં આવતો હોવાના નામે ખોટી રીતે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


ઓરિસ્સાનો એક વીડિયો જેમાં લારીઓમાં તોડફોડ કરવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં અમદાવાદમાં અમેરીકાના રાષ્ટ્રપતિ આવવાનાં છે તો ગરીબનું જીવન ધુરધાણી કરી નાખીયુ એવું વાઇરલ કરાતા વર્ગ વિગ્રહ અને વયમનસ્ય ફેલાય તેવી સ્થિતિ ઉભી થાય તેમ હોવાથી ક્રાઈમ બ્રાન્ચે અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

X
fake viral video chapter, ahmedabad crime brunch caught one man
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી