તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવક પાસેથી મસાલાની પડીકી ખાય છે એમ કહી 500 રૂપિયા પડાવનાર નકલી પોલીસને લોકોએ ઢોર માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • પૈસા પડાવનાર યુવક પાસે લોકોએ આઈકાર્ડ માંગતા ભાગવાની કોશિશ કરતો હતો

અમદાવાદ: શહેરના કાંકરિયા વિસ્તારમાં જાહેરમાં પાન મસાલાની પડીકી ખાય છે, ચલણ કાપવું પડશે કહી અને યુવક પાસેથી 500 રૂપિયા પડવાનાર નકલી પોલીસને લોકોએ ઝડપીને ઢોર માર માર્યો હતો. પૈસા પડાવનાર યુવક પાસે લોકોએ આઈકાર્ડ માંગતા નાસવા ગયો હતો અને બાદમાં તેને માર મારી કાગડાપીઠ પોલીસને હવાલે કર્યો હતો.
 
નારોલમાં રહેતો અને સિલાઇકામ કરતો નવસાદઆલમ ખાન અજીતમિલ પાસે પોતાનું સિલાઈકામ પતાવી શનિવારે રાતે 8 વાગ્યે મજૂરીના રૂ.2000 લઈ રિક્ષામાં કાંકરિયા આવ્યો હતો. અણવ્રત સર્કલ પાસે ઉભો રહી રિક્ષાની રાહ જોતો હતો. પાન માસલાની પડીકી કાઢી અને ખાતો હતો ત્યારે એક યુવક તેની પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે તું કેમ જાહેરમાં પડીકી ખાય છે તારે દંડ ભરવો પડશે અને ચલણ ફાડવું પડશે. આથી ગભરાઈ નવસાદઆલમે 500 રૂપિયા આપ્યા હતા. જેનું કોઈ ચલણ ન આપતા તેને બૂમાબૂમ કરી હતી.
 
લોકો આવતા યુવક નજીકમાં રિક્ષામાં બેસી ભાગવા ગયો હતો. જો કે લોકોએ પકડી તેની પાસે આઈકાર્ડ માંગતા ન હોવાથી ઢોર માર માર્યો હતો. પોલીસને જાણ કરતા કાગડાપીઠ પોલીસ ઘટનાસ્થળે પોહચી હતી. યુવકનું નામ પૂછતાં મોહંમદયાસીન પઠાણ (રહે. અલીફનગર, વટવા) હોવાનું જણાવ્યુ હતું. પોલીસે રીક્ષા કબ્જે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.