તર્પણ / પૂર્વ ગૃહ સચિવ એસ.કે.નંદા દ્વારા પિતાનું અનોખું શ્રાદ્ધ, બ્લડ ડોનેશન કેમ્પ યોજી 7 હજાર યુનિટ બ્લડ એકઠું કરે છે

ex home secretary sk nanda holds a blood donation camp fullfil his father wish on shradh parv

  • એસ.કે.નંદા રક્તદાન કેમ્પ યોજી પિતાએ વ્યક્ત કરેલી અંતિમ ઈચ્છા પુરી કરે છે
  • પ્રોસ્ટેટ કેન્સરથી પીડાતા એસ.કે.નંદાના પિતાને દરરોજ લોહી ચઢાવવું પડતું હતું

Divyabhaskar.com

Sep 16, 2019, 12:56 PM IST

અમદાવાદ: હાલ સમગ્ર રાજ્યમાં શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યું છે, જેને પગલે લોકો પાતાના વડવાઓનું શ્રાદ્ધ કરવાની સાથે સાથે અનેક પૂણ્યશાળી કાર્યો પણ કરે છે. જેમાં ગુજરાતના પૂર્વ ગૃહ સચિવ અને નિવૃત્ત IAS એસ.કે.નંદાનો પણ સમાવેશ થાય છે. તેઓ પોતાના પિતાનું અનોખી રીતે શ્રાદ્ધ કરે છે. એસ.કે.નંદાના પિતાને જ્યારે કેન્સર થયું અને તેઓ મરણ પથારીએ હતા ત્યારે તેમને રોજ લોહીના બાટલા ચઢાવવા પડતા હતા. જેથી એક દિવસ પિતાએ તેમના દીકરાને કહ્યું કે હવે હું કદાચ નહીં બચી શકું, પરંતુ દીકરો તેમને આશ્વાસન આપી કહેતો હતો તમને સારુ થઇ જશે. આ બધાની વચ્ચે પિતાએ દીકરાને કહ્યું કે હું ન બચું તો મને જેટલું લોહી ચઢાવવામાં આવ્યુ છે તેનું 100 ગણું લોહી તું પાછુ આપી દેવાનો પ્રયત્ન કરજે.

અત્યાર સુધીમાં 80 હજાર યુનિટ લોહી એકત્ર કર્યું
ત્યાર બાદ થોડા દિવસમાં જ તેમના પિતાનું અવસાન થયું હતું. આ બધાની વચ્ચે દીકરાએ નક્કી કર્યું કે તે પિતાનું અનોખી રીતે શ્રાદ્ધ કરશે અને પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરીને ખરેખર તેમના આત્માને શાંતિ મળશે. ત્યારથી એસ.કે.નંદા દર વર્ષે રક્તદાન શિબિર યોજે છે અને એકઠું થયેલું લોહી બ્લડ બેંકમાં જમા કરાવે છે. અત્યાર સુધીમાં તેમણે 80 હજાર યુનિટ લોહી એકત્ર કર્યું છે.

રક્તદાનથી કેન્સર થવાની સ્થિતિ નહીવત થઇ જાય
વિશિષ્ટ કુનેહ અને કાર્યશૈલી માટે જાણીતા એસ.કે.નંદા સામાજિક કાર્યો માટે પણ હંમેશા અગ્રેસર રહે છે. પિતાના શ્રાદ્ધને સાર્થક કરવા છેલ્લા 10 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ યોજતા એસ.કે.નંદાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,દર વર્ષે અંદાજે 7 હજાર યુનિટ જેટલું બ્લડ એકઠું થાય છે.અત્યાર સુધી 80 હજાર જેટલા લોહીના યુનિટ જમા કરાવ્યા છે. બ્લડ ડોનેશનને કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ સારુ રહે છે. જેમકે આપણા શરીરમાં બોર્નમેરો દ્વારા લોહીના નવા સેલ બને છે.જ્યારે આપણે લોહી આપીએ છીએ ત્યારે નવુ લોહી બનવાનું શરૂ થઇ જાય છે.જેનાથી શરીરમાંથી ટોક્સિન નીકળી જાય છે. જેનાથી લોહી સબંધિત કોઇ બિમારી થતી નથી અને કેન્સર થવાની સ્થિતિ નહીવત થઇ જાય છે.

‘પિતાએ કહ્યું હતું-100 કે 1000 ગણું લોહી તું લોકોને પાછું આપજે’
મારા પિતા સુબોધ કુમાર નંદાને પ્રોસ્ટેટનું કેન્સર હતું, તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તમને અલગ અલગ જગ્યાની બ્લડ બેંકમાંથી લોહી લાવીને ચઢાવવામાં આવતુ હતું. મારા પિતા મને કહેતા હતા કે હવે હું નહીં જીવુ ત્યારે હું એમને આશ્વાસન આપતો કે તમે સારા થઇ જશો. તેમછતાં મારા પિતાએ મને કહ્યું કે હું જીવું નહી તો મારા મર્યા બાદ મને જેટલું લોહી ચઢાવવામાં આવ્યું છે તેનું 100 કે 1000 ગણું લોહી તું લોકોને પાછું આપજે જે કોઇના કામમાં આવે. ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું. આ વાતથી હું પ્રભાવિત થયો અને મારા પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા માટે મેં બ્લડ ડોનેશન કેમ્પ તેમની શ્રાદ્ધની તિથિ અથવા અધિકમાસમાં કરૂ છું.

X
ex home secretary sk nanda holds a blood donation camp fullfil his father wish on shradh parv

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી