ખુલાસો / ગુજરાતમાં દરરોજ 55 લોકોની આત્મહત્યા-અપમૃત્યુ, રાજકોટ ટોપ પર, સૌથી ઓછા કેસ પાટણમાં

Everyday 55 people commit suicides or incidental in Gujarat, 40 thousand case in two years

  • રાજ્ય સરકારની વિધાનસભામાં કબૂલાત
  • સૌથી વધુ આત્મહત્યા અને અપમૃત્યુ રાજકોટમાં
  • સૌથી ઓછા અપમૃત્યુ અને આત્મહત્યા પાટણમાં

Divyabhaskar.com

Jul 11, 2019, 03:26 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 40,008 અપમૃત્યુ અને આત્મહત્યાના કેસ નોંધાયા છે. જેમાંથી 33,324 કેસોની તપાસ પૂર્ણ થઈ છે. જ્યારે 7082 કેસની તપાસ ચાલી રહી છે. બે વર્ષના આંકડા જોતા રાજ્યમાં રોજના 55 લોકો અપમૃત્યુ અથવા આત્મહત્યા કરી જીંદગી ટૂંકાવે છે. આ ચોંકાવનારી માહિતી આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના લેખિત જવાબમાં ગૃહમંત્રીએ આપી હતી. જેમાં રાજકોટમાં સૌથી વધુ તો પાટણમાં સૌથી ઓછા કેસ છે.

સૌથી વધુ કેસ ધરાવતા પાંચ જિલ્લા
સૌથી વધુ આત્મહત્યા અને અપમૃત્યુના કેસ રાજકોટમાં 5140 નોંધાયા છે. જ્યારે બીજા નંબરે રહેલા અમદાવાદમાં 4,332, ત્રીજા નંબર પર રહેલા વલસાડમાં 4,226, ચોથા નંબર પર રહેલા સુરતમાં 4,047 અને પાંચમાં નંબરે રહેલા જામનગરમાં 1763 અપમૃત્યુ અથવા આત્મહત્યાના કેસ નોંધાયા છે.

સૌથી ઓછા કેસ ધરાવતા પાંચ જિલ્લા
તો બીજી તરફ સૌથી ઓછા અપમૃત્યુ અને આત્મહત્યાના કેસ પાટણમાં 222 નોંધાયા છે. જ્યારે તેના પછી બીજાક્રમે ડાંગ(264), ત્રીજા ક્રમે મહિસાગર(270), ચોથા ક્રમે તાપી(286) અને પાંચમાં નબરે છોટાઉદેપુર(291) છે.

છેલ્લા બે વર્ષમાં 33 જિલ્લામાં નોંધાયેલા કેસો

જિલ્લો 174 હેઠળ નોંધાયેલા કેસો
તાપી 286
ડાંગ 264
મોરબી 1077
રાજકોટ 5140
જામનગર 1763
દેવભૂમિ દ્વારકા 785
જૂનાગઢ 1524
ગીર સોમનાથ 728
છોટા ઉદેપુર 291
નર્મદા 333
ખેડા 377
મહિસાગર 270
સુરત 4047
વલસાડ 4226
સુરેન્દ્રનગર 679
અમરેલી 846
ભાવનગર 895
બોટાદ 356
અરવલ્લી 305
ગાંધીનગર 1152
પોરબંદર 481
બનાસકાંઠા 529
મહેસાણા 612
અમદાવાદ 4331
વડોદરા 1554
આણંદ 1568
દાહોદ 513
પંચમહાલ 556
બનાસકાંઠા 712
કચ્છ 1580
પાટણ 222
ભરૂચ 973
નવસારી 1032
કુલ 40008

X
Everyday 55 people commit suicides or incidental in Gujarat, 40 thousand case in two years

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી