તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • During The Tenure Of Mayor Bijal Patel, 2000 Works Were Approved Without Discussion In The Board

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેયર બિજલ પટેલના કાર્યકાળમાં 2000 કામ બોર્ડમાં ચર્ચા વિના મંજૂર થયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મ્યુનિ.ના પૂર્વ વિપક્ષી નેતાનો આક્ષેપ, મેયરને આવેદનપત્ર આપ્યું

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ.બોર્ડની સામાન્ય સભા શુક્રવારે યોજાશે. પૂર્વ વિપક્ષી નેતા બદરૂદ્દીન શેખે આક્ષેપ કર્યો છે કે, મેયર તરીકે બિજલ પટેલની નિયુકિત થયા પછી લગભગ 15 જેટલી સભાઓ યોજવામાં આવી પરંતુ આ તમામ સભા હોહા કે અવરોધ ઊભો કરીને પૂરી કરી દેવામાં આવી છે. 

મ્યુનિ.બોર્ડની છેલ્લી 15 બેઠક ચર્ચા વિના હોહા સાથે પૂરી કરી દેવાઈ છે
એક પણ સભા શાંતિથી પૂર્ણ થઈ નથી. તેમના કાર્યકાળ દરમિયાન લગભગ બે હજાર કામો મંજૂર થયા પણ બોર્ડમાં કોઈ પણ પ્રકારની ચર્ચા વિના બહુમતીના જોરે મંજૂર કરી દેવાયા છે. બદરૂદ્દીન શેખે મેયરને લખેલા પત્રમાં આક્ષેપ કર્યો કે, મ્યુનિ.માં 80 થી 90 ટકા કામો સર્વસંમિતિથી થાય છે. પરંતુ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવતા કામની તંદુરસ્ત ચર્ચા થાય તે જરૂરી છે. બોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની કોઈ ચર્ચા થતી નથી. દરેક સભામાં હોહા અને અવરોધ ઊભો કરીને બરખાસ્ત કરી દેવામાં આવે છે. 

વિધાનસભાની જેમ વીડિયોગ્રાફી શરૂ કરો
બદરુદ્દીન શેખે લખેલા પત્રમાં જણાવાયું છે કે, કોર્પોરેશનની એક પણ કમિટીમાં વિપક્ષનો એક પણ સભ્ય નથી. જેથી વિપક્ષને કોઈ પણ કામની કે મુદ્દાની માહિતી જોઈતી હોય તો સામાન્ય સભાની જ રાહ જોવી પડે છે. પરંતુ સામાન્ય સભામાં પણ ચર્ચાનો મોકો મળતો નથી. જેથી સામાન્ય સભામાં ડેકોરમ જળવાય તેની ફરજ મેયર તરીકે બિજલ પટેલની છે. વિપક્ષ કે શાસકનો સભ્ય વિવાદાસ્પદ બોલે ત્યારે સભાની 10 મિનિટ મોકૂફ રાખી ભાજપના અને વિપક્ષના આગેવાનો સાથે ચર્ચા કરીને ફરીથી સામાન્ય સભા શરૂ કરવી જોઈએ જે છેલ્લી 15  બોર્ડની બેઠકોમાં થઈ જ નથી. વિધાનસભામાં ગૃહની તમામ કાર્યવાહીની વીડિયોગ્રાફી કરવામાં આવે છે. તે જ રીતે મ્યુનિ. બોર્ડની પણ વીડિયોગ્રાફી કરાવવી જોઈએ. આવું કરવાથી કયા સભ્ય સભાને ખોરવવાનો પ્રયાસ કરે છે તે પણ જાણી શકાશે. શુક્રવારની સભામાં તટસ્થ રીતે સભાનું સંચાલન થાય તેવી મારી માગ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો